ચાંદીપુરા નથી આવતો નિયંત્રણમાંઃ નવા 140 શંકાસ્પદ કેસમાંથી 52 પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયત્નો ઓછા પડે છે કે પછી વરસાદી વાતાવરણ અને કાચા ઘરોને લીધે આમ થાય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ રાજ્યમાં ચાંદીપુરા વાયરસ નિયંત્રણમાં આવ્યો નથી, તેમ જણાઈ રહ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ શંકાસ્પદ 140 કેસો નોંધાયા છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં 58 બાળકોના મોત નીપજ્યા છે. શંકાસ્પદ પૈકી 52 કેસો હાલ પોઝિટિવ છે. 25 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 57 દર્દીઓ સાજા થયા છે.
આ વાયરસ રાજ્યના દરેક ભાગમાં ફેલાયો છે. નવા 140 શંકાસ્પદ કેસમાં સાબરકાંઠા 12, અરવલ્લી સાત, મહીસાગરબે, ખેડા સાત, મહેસાણા આઠ, રાજકોટ સાત, સુરેન્દ્રનગર પાંચ, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-સાત, પંચમહાલ-16, જામનગર-છ, મોરબી-પાંચ, ગાંધીનગર કોર્પોરેશન ત્રણ, છોટાઉદેપુર બે, દાહોદ ત્રણ, વડોદરા સાત, નર્મદા બે, બનાસકાંઠા સાત, વડોદરા કોર્પોરેશન બે, ભાવનગર એક, દેવભૂમિ દ્વારકા એક, રાજકોટ કોર્પોરેશન ચાર, કચ્છ ચાર, સુરત કોર્પોરશન બે, ભરૂચ ત્રણ, અમદાવાદ બે અને જામનગર કોર્પોરેશન, પોરબંદર, પાટણ તેમજ ગીર સોમનાથમાં એક-એક શંકાસ્પદ કેસો નોંધાયા છે.
રાજ્યમાં શંકાસ્પદ પૈકી 52 કેસો હાલ પોઝિટિવ
ગુજરાતમાં ચાંદીપુરાના કુલ 140 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠા છ, અરવલ્લી ત્રણ, મહીસાગર એક, ખેડા 4ચાર મહેસાણા પાંચ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ-ત્રણ, ગાંધીનગર એક, પંચમહાલ સાત, જામનગર અને મોરબીમાં એક-એક કેસ, દાહોદ બે, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં એક-એક કેસ નોંધાયા છે, સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં એક-એક કેસ નોંધાયા છે. કચ્છ ત્રણ, આ ઉપરાંત સુરત કોપોરેશન, ભરૂચ, અમદાવાદ, પોરબાંદર તેમજ પાટણમાં એક-એક કેસ સહિત ચાંદીપુરા વાયરસના કુલ-52 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 25 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 57 દર્દીઓને રજા આપવામાં આવી છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં કુલ 58 મોત થયા છે.
પોઝીટીવ કેસોના કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 45,319 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવી છે. જ્યારે કુલ 6,52,369 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે. તેમજ કુલ 1,47,074 કાચા ઘરોમાં દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ 27,524 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 6,277 શાળામાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ સાથે કુલ 32,133 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 6,401 આંગડવાડીમાં પણ દવા છાંટવામાં આવી છે.