ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Hamas Chief Killing: ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો; જાણો અમેરિકાએ શું કહ્યું

નવી દિલ્હી: ગઈ કાલે ઈરાનના તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયા(Ismail Haniyeh)ની હત્યા થઇ હતી, આ હત્યા કથિત રીતે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે(Mossad) કરાવી હતી. જેના કારણે ઈરાન સહીત ઘણા દેશોએ ઇઝરાયલ સામે રોષ વ્યક્ત કર્યો છે. ઈરાન હવે ઇઝરાયલ પર સીધો હુમલો (Iran attacks on Israel) કરી શકે છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની(Ayatollah Ali Khamenei)એ ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો છે.

રીપોર્ટ અનુસાર હાનિયાના મૃત્યુની ઘોષણા કર્યા પછી તરત જ ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી, આ દરમિયાન ખમેનીએ હુમલાનો આદેશ આપ્યો હતો. ઈરાનના સરકારી પ્રેસના અહેવાલ મુજબ ખામેની તેહરાનમાં હાનિયાની અંતિમ ક્રિયામાં હાજરી આપશે.

ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે લશ્કરી કમાન્ડરો તેલ અવીવ અને હાઈફા નજીકના લશ્કરી લક્ષ્યો પર ડ્રોન અને મિસાઈલો સાથે સંકલિત હુમલાની વિચારણા કરી રહ્યા છે. તેઓ યમન, સીરિયા અને ઇરાકના સાથી દળોને સાથે રાખીને વ્યાપક હુમલા પર પણ વિચાર કરી રહ્યા છે.

ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને અન્ય અધિકારીઓએ રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા કરવાના તેમના અધિકાર પર ભાર મૂકતા જાહેર કર્યું હતું કે ઈરાન ઈઝરાયેલ સામે બદલો લેશે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે જો તેમના દેશ પર કોઈપણ પ્રકારનો હુમલો થશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે.

ઇરાનને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે કે કેમ તે અંગેના પ્રશ્નના જવાબમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના મુખ્ય નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે, “ઇરાન એક એવું શાસન છે જે 1979 થી સતત આતંકવાદનો સૌથી મોટો સમર્થક રહ્યો છે. મધ્ય પૂર્વમાં માત્ર પોતાના લોકોને દબાવવાનો જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા પેદા કરતી પ્રવૃતિઓને ભંડોળ પૂરું પાડવા, પ્રોત્સાહન આપવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.”

તેમણે કહ્યું કે ઈરાની શાસન પર અમેરિકન વલણ સ્પષ્ટ છે કે ઈરાનના જોખમો સામે રક્ષણ આપવા માટે અમારા સહયોગીઓ અને ભાગીદારોની સાથે છીએ અને જરૂરીયાત મુજબ યોગ્ય પગલાં લેવમાં આવશે.

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ, હુથિઓ અને હિઝબોલ્લાહ સામે ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ હાનિયા હત્યાની જવાબદારી સ્વીકારી ન હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…