વેપાર

સોનામાં ₹ ૬૨૯નો અને ચાંદીમાં ₹ ૧૨૬નો ઉછાળો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, મધ્ય પૂર્વનાં દેશોમાં વધેલો તણાવ અને આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઊછળીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨૬થી ૬૨૯નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૨૬નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૮૨,૦૦૦ની અને સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૬૨૬ વધીને રૂ. ૮૨,૯૭૪ના મથાળે રહ્યા હતા. સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨૬ વધીને રૂ. ૬૯,૦૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૨૯ વધીને રૂ. ૬૯,૩૦૯ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button