ગુરુવારે નિખત ઝરીનની ચીની હરીફ સાથે ટક્કર, હૉકીમાં ભારતની આકરી કસોટી
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ગુુરુવારનો છઠ્ઠા દિવસ પણ ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓ માટે ખૂબ વ્યસ્ત રહેશે.
ખાસ કરીને સૌની નજર ભારતની ટોચની મુક્કાબાજ નિખત ઝરીન પર રહેશે. તેનો મુકાબલો ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યાથી ચીનની યુ વુ સામે થશે.
એ ઉપરાંત, તીરંદાજી પણ ભારતીયોનો પડકાર જોવા મળશે. શૂટિંગમાં ખાસ કરીને મહારાષ્ટ્રના સ્વપ્નિલ કુસાળે આકર્ષણનું કેન્દ્ર રહેશે, કારણકે તે મેડલ રાઉન્ડમાં પોતાની ટૅલન્ટ બતાવવાનો છે.
હૉકીમાં પણ ભારત માટે બહુ મહત્ત્વનો દિવસ છે, કારણકે અત્યાર સુધી અપરાજિત રહેલી ભારતની મેન્સ ટીમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેલ્જિયમનો સામનો કરવાનો છે.
ગુરુવારે ભારતીયોના પડકાર કઈ રમતોમાં?
ગૉલ્ફ
-મેન્સ ઇન્ડિવિજ્યૂઅલ ફાઇનલ્સ: ગગનજીત ભુલ્લર અને શુભાંકર શર્મા, બપોરે 12.30
શૂટિંગ
-મેન્સ 50 મીટર રાઇફલ થ્રી-પૉઝિશન્સ, (મેડલ રાઉન્ડ), સ્વપ્નિલ કુસાળે, બપોરે 1.00
-વિમેન્સ 50 મીટર રાઇફલ થ્રી-પૉઝિશન્સ (ક્વૉલિફિકેશન), સિફત કૌર સામરા અને અંજુમ મૌડગિલ, બપોરે 3.30
હૉકી
-મેન્સ હૉકી, ભારત વિરુદ્ધ બેલ્જિયમ (ગ્રૂપ મૅચ), બપોરે 1.30
બૉક્સિગં
-વિમેન્સ ફ્લાયવેઇટ (પ્રી-ક્વૉર્ટર), નિખત ઝરીન વિરુદ્ધ યુ વુ (ચીન), બપોરે 2.30
તીરંદાજી
-મેન્સ ઇન્ડિવિજ્યૂઅલ (1/32 એલિમિનેશન્સ), પ્રવીણ જાધવ વિરુદ્ધ કૅઓ વેન્ચાઓ (ચીન), બપોરે 2.31
-મેન્સ ઇન્ડિવિજ્યૂઅલ (1/16 એલિમિનેશન્સ), બપોરે 3.10 પછી
ટેબલ ટેનિસ
-વિમેન્સ સિંગલ્સ (ક્વૉર્ટર ફાઇનલ), બપોરે 1.30 પછી
સેઇલિંગ (સઢવાળી નૌકાની રેસ)
-મેન્સ ડિન્ગી રેસ-1, વિષ્ણુ સર્વાનન, બપોરે 3.45
-મેન્સ ડિન્ગી રેસ-2, વિષ્ણુ સર્વાનન, પ્રથમ રેસ બાદ
-વિમેન્સ ડિન્ગી રેસ-1, નેત્રા કુમાનન, સાંજે 7.05
-વિમેન્સ ડિન્ગી રેસ-2, નેત્રા કુમાનન, પ્રથમ રેસ બાદ.
પૅરિસ ઑલિમ્પિક્સનું મેડલ-ટેબલ
દેશ ગોલ્ડ સિલ્વર બ્રૉન્ઝ કુલ
ચીન 8 6 2 16
જાપાન 7 2 4 13
ફ્રાન્સ 6 9 6 21
ગ્રેટ બ્રિટન 6 6 5 17
ઑસ્ટ્રેલિયા 6 4 3 13
સાઉથ કોરિયા 5 3 3 11
અમેરિકા 4 12 11 27
ઇટલી 3 6 4 13
કૅનેડા 2 2 2 6
જર્મની 2 0 1 3
ભારત 0 0 2 2
Also Read –