મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ખરસાડ, કોદગરા ફળીયું, હાલ મલાડના ભગવાનદાસ કેશવલાલ પટેલ, તે જસુબેન પટેલના પતિ, નીલેશ અને મીનાના પિતા. નિમિષા, કિશોરના સસરા. પૂર્વી અને કાર્તિકના દાદા. જીનલ અને દિશાના નાના. તા. ૨૯-૭-૨૪ના દેવલોક પામ્યા છે. બેસણું: શુક્રવાર, તા. ૨-૮-૨૪ના ૩.૦૦થી ૫.૦૦ (નિવાસસ્થાને) લૌકિક વ્યવહાર બંધ છે. બારમું: પુચ્છપાણીવિધિ શુક્રવાર, તા. ૯-૮-૨૪ના ૩.૦૦થી ૫.૦૦ (નિવાસસ્થાને) નિવાસસ્થાન : ૧૨૦૩, અપનાદેશ સોસાયટી, કેદારમલ રોડ, વૈષ્ણોદેવી મંદિરના પાછળ, મલાડ (પૂર્વ).

કપોળ
નાગેશ્રીવાળા હાલ કાંદિવલી ગં.સ્વ. ગિરજાબેન કાંતિલાલ લક્ષ્મીદાસ વોરાના સુપુત્ર મયુર (ઉં.વ. ૫૬) તા. ૨૭-૭-૨૪ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે જીગ્નાના પતિ. અંકીત-કૃપાના પિતા. કમલેશભાઈ, પ્રફુલ્લાબેન, દીન્તાબેનના ભાઈ. તે શિહોરવાળા સ્વ. મહેન્દ્રભાઈ જીવરાજભાઈ મહેતાના જમાઈ. મોટાખુંટવડાવાળા સ્વ. ભાણજીભાઈ ગોવિંદભાઈ મહેતાના ભાણેજ, પ્રાર્થનાસભા તા. ૧-૮-૨૪ને ગુરુવારના ૫.૦૦ થી ૭.૦૦. લૌકિક વ્યવહાર બંધ છે. લોહાણા બાળાશ્રમ હોલ, મથુરાદાસ એક્સ્ટેન્શન રોડ, અતુલ ટાવર સામે, કાંદિવલી-વેસ્ટ.

શ્રીમાળી સોની
મૂળ ગામ માંડવી હાલ નવી મુંબઈ નિવાસી ગં.સ્વ. નીરૂબેન દિનેશ ઝવેરી/સોની (ઉં.વ. ૭૭) તા. ૩૧-૭-૨૪ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. માયાબેન હરિલાલ ગુંસાણીના પુત્રવધૂ. સ્વ. કાશીબેન જમનાદાસ ઝવેરીના પુત્રી. સ્વ. દિનેશ હરિલાલ સોનીના પત્ની. સ્વ. બિંદુ પરેશકુમાર, દિપ્તી વિરલકુમાર અને સ્વ. શિલ્પા વિરલકુમારના માતા. યશ અને પાર્થના નાની. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.

કપોળ
સિહોર નિવાસી હાલ-કાંદિવલીના સ્વ. ધીરેન્દ્ર જમનાદાસ મહેતાના ધર્મપત્ની ચંદ્રિકાબહેન (ઉં.વ. ૮૬) રવિવાર, તા. ૨૮-૭-૨૪ના દિવસે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. તાપીદાસ અને સ્વ. મોંઘીબહેન મહેતાના પુત્રી. ડિમ્પલ અને શતાયુના માતુશ્રી. સ્વ. ભુપતભાઈ, શારદાબહેન, નલિનીબહેન, સ્વ. ભારતીબહેનના બહેન. રાજીવભાઈ અને શિલ્પાબહેનના સાસુ. યશોધનના દાદી. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

વાંઝા જ્ઞાતિ
ગામ રહીજ, હાલ-વિલેપાર્લે કાંતિભાઈ જેઠવા (ઉં.વ. ૮૦) શનિવાર, તા. ૨૭-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કસ્તુરબેન નારણદાસ જેઠવાના સુપુત્ર. તે હંસાબેનના પતિ. તે જયેશ, જ્યોતિ, કમલેશના પિતાશ્રી. તે મનિષાબેન, જાગૃતિબેન તથા કલ્પેશકુમારના સસરા. તે સ્વ. બાલુભાઈ રામજીભાઈ સોનીગ્રાના જમાઈ. તે હરસુખભાઈ, જયાબેન, સ્વ. જશુબેન તથા સ્વ. પરસોત્તમભાઈના ભાઈ. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧-૮-૨૪ના ૫થી ૭. સ્થળ: શ્રી ગુર્જરસુતાર વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે (પશ્ર્ચિમ).

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
હળવદ નિવાસી, હાલ મુંબઈ વસઈ, સ્વ. કનૈયાલાલ ઉમિયાશંકર જોશી (ઉં.વ. ૮૦) તા. ૩૦-૭-૨૪, મંગળવારે કૈલાસવાસી થયા છે. તે ગં.સ્વ. ગીતાબેનના પતિ. બીના, મમતા અને નિલેશના પિતાશ્રી. બબીતાના સસરા. સત્યાનંદ પુરીસ અને ગિરિશકુમાર મહેતાના સસરા. જયમિતના દાદા. મુદ્રા, પરિસા, હિરાંસીના નાના. પ્રાર્થનાસભા: તા. ૧-૮-૨૪, ગુરુવાર ૩થી ૫. નિવાસસ્થાને લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે. ઠે: નિલેશ કે. જોષી, એ-૨૦૪, દત્તાત્રેય ટાવર-૧, ડ્રીમલેન્ડ હોટલની પાછળ, એવરશાઈન સીટી, વસઈ (ઈ).

હાલાઈ લોહાણા
અ.સૌ. ઈન્દુબેન (ઉં. વ. ૬૬) તે હરીશભાઈ ઠક્કર (રાજપોપટ)ના ધર્મપત્ની. ગં.સ્વ. કાંતાબેન પ્રભુદાસભાઈ માધવજીભાઈ ઠક્કર (રાજપોપટ)ના પુત્રવધૂ. હિતેષ અને દીપ્તિ ધર્મેશ નથવાણીના મમ્મી. સોનલના સાસુ. ભરતભાઈ, દિપકભાઈ, દિલીપભાઈ, મીનાબેનના ભાભી. મગનલાલ ભાણજી રાયચડાના દીકરી મંગળવાર, ૩૦-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, ૧-૮-૨૪ના ૪ થી ૬, ગુજરાત ભવન, સેક્ટર- ૧૫, વાશી, નવી મુંબઈ.

નવગામ ભાટીયા
મોરબી નિવાસી હાલ લાલબાગ (મુંબઈ) ચિ. હિમાંષુ રજનીકાંત સંપટ (ઉં. વ. ૪૭) ૩૧-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નિરૂપમા સંપટના સુપુત્ર. સ્વ. વાલીબેન કુંમનદાસના પૌત્ર. સ્વ. વીરમતી વલ્લભદાસ (ચંદુભા) (આકોલા)ના દૌહિત્ર. પ્રિતી યોગેશ ભાટીયાના ભાઈ. બિંદુ, ભાવિષા, દર્શનાના મામા. સ્વ. લક્ષ્મીબેન, સ્વ. મીનાબેન, જયાબેન, ઉષાબેન, વર્ષાબેન, પ્રદિપભાઈ (ભાઈલા ભાઈ) સંધ્યાબેનના ભાણેજ. પ્રાર્થનાસભા ૨-૮-૨૪ શુક્રવારના ૪ થી ૬ શિવાજી હોલ, કામા લેન, ઘાટકોપર (વે).

કપોળ
સ્વ. હરગોવીંદદાસ વલ્લભદાસ મોદી તથા સ્વ. દુધીબેન (અમરેલીવાળા)ના સુપુત્ર હાલ મુંબઈ જગમોહનદાસ (ઉં. વ. ૮૬) તે સ્વ. દક્ષાબેનના પતિ. સમીર, વંદના હીતેશભાઈ મહેતા, જીગ્ના પ્રકાશભાઈ સંગાણીના પિતાશ્રી. સ્વ. આશીતાના સસરા. જેનીલના દાદા. સ્વ. વેણીલાલ, સ્વ. હરકીશનદાસ, સ્વ. હિંમતભાઈ, સ્વ. વસંતભાઈ તથા સ્વ. લીલાવંતીબેન, સ્વ. લાભુબેન, ગં.સ્વ. ભાનુબેનના ભાઈ ૩૧-૭-૨૪ને બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. સર્વપક્ષ તરફથી પ્રાર્થનાસભા ૨-૮-૨૪ને શુક્રવારના ૫ થી ૭. બાળાશ્રમ હોલ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (વે). લૌકિક પ્રથા બંધ છે.

કચ્છી લોહાણા
સ્વ. સુંદરજી મંગલદાસ પોપટ (પુના)ના ધર્મપત્ની મીનાબેન (હડુડી) (ઉં. વ. ૭૯) ૩૦-૭-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સૌ. વિશાખા સંજીવ હુકમાનીના માતુશ્રી. ચિ. કવિશના નાની. તે સ્વ. જશોદાબેન રણછોડદાસની સુપુત્રી. લાલજીભાઈ તથા નરેન્દ્રભાઈના ભાભી. તે ત્રિવેણીબેન, સ્વ. ચંદુબેન, સૌ. જાનકીબેન, મધુભાઈ, ભગવાનદાસ અને વસંતભાઈના બેન. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

પાટણવાળા પંચાલ
સ્વ. કમળાબેન છોટાલાલ પંચાલ (ઉં.વ. ૭૬) ગામ-ખોલવાડા-હાલ કાંદિવલી તે તા. ૨૮-૭-૨૪, રવિવાર દેવલોક પામ્યા છે. તે ભરતભાઈ, રાકેશભાઈ, મહેશભાઈ, ભાવનાબેન, રેખાબેન, લતાબેનના માતુશ્રી. તે દિનેશભાઈ, નરેશલાલ, યોગેશકુમાર, નયનાબેનના સાસુ. તે કૃપાલી કિશનના દાદી. પારશ, ખુશી, નીયતી, મિહિર, યશ્વવી, ક્રીસીવના નાની. બેસણું: તા. ૧-૮-૨૪, ગુરુવાર ૪થી ૬. સ્થળ: નડિયાદવાળા હોલ, લક્ષ્મીનારાયણ શોપિંગ સેન્ટરની સામે, પૌદાર રોડ, મલાડ (ઈસ્ટ).

કપોળ
અમરેલીવાળા સ્વ. હિરાલક્ષ્મી ગજેન્દ્ર મહેતાના પુત્ર વિનોદના પત્ની નિહારિકા (ઉં.વ. ૭૧) તે માનસી રુષભ રાવલના માતા. અહાનાના નાની. નીલા હસમુખ ગોરડિયા, માયા તથા ગાયત્રીના ભાભી. પિયર પક્ષે સ્વ. કલાવતી બળવંતરાય પોપટલાલ વોરાના દીકરી. સોમવાર, તા. ૨૯-૭-૨૪ના દેવલોક પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
મુંબઇ નિવાસી અ.સૌ. સરલા ભટ્ટ (ઉં.વ. ૮૦) તે વિષ્ણુ ધનસુખલાલ ભટ્ટનાં પત્ની. રાજીવ અને અ.સૌ. અમીના માતુશ્રી. અ. સૌ. નિમીષા તથા પ્રશાંતના સાસુ. દિનેશ જટાશંકર પંડ્યાનાં બહેન, તા. ૨૯/૭/૨૪ના શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા
મૂળ પાડોદર હાલ ભાયંદર નટવરલાલ તુલસીદાસ સિરોદરિયાના ધર્મપત્ની વિશાખાબેન (અરુણા) (ઉં.વ. ૬૯) તે શાંતાબેન જીવણદાસ ગોરધનદાસ દાવડાના સુપુત્રી. સાગર, રોહન, નમ્રતા (પિંકી)ના માતુશ્રી. અમરકુમાર ગુણવંતરાય ગોવાણી, સુરેખા, તન્વીના સાસુ. વેનીશાના નાની. નીલમ વિનોદ, સ્વ. નીતિન જાગૃતિના ભાભી તા. ૩૦/૭/૨૪ના શ્રીજીચરણ પામેલ છે.

બાલાસિનોર દશાનીમા વણિક
સ્વ. મણીબેન મોહનલાલ પરીખ (બંગાળી)ના પુત્ર અશ્ર્વિનભાઈ તે વીમળાબેનના પતિ. સૂર્યાબેન રમણલાલ ધારીયા (ઓલ્લા)ના જમાઈ. રમેશભાઈના ભાઈ. અક્ષય, ક્ધિનરી, ચેતના અને રાજેશ્રીના પિતા. હેમંતભાઈ, રાકેશભાઈ, નિલેશભાઈ અને રીંકુબેનના સસરા તા. ૩૦-૭-૨૪ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા મોઢ માંડલીયા વણિક
શોભા અશ્ર્વીનભાઈ પારેખ (ઉં.વ. ૭૧) ૨૯/૭/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વસંતાબેન મનસુખલાલ પારેખના પુત્રવધૂ. તે સ્વ. શાંતાબેન જયંતીલાલ ઠક્કરના પુત્રી. તે ચિરાગ અને ચિંતનના માતુશ્રી. તે પુજા અને નિશાના સાસુ. તે સાચી અને માહિરના દાદી. પ્રાર્થનાસભા તા. ૧/૮/૨૪ના ગુરુવારે ૪ થી ૬. લુહાણા મહાજન વાડી, ૧લે માળે, એસ. વી. રોડ, શિવ મંદિરની પાસે, કાંદિવલી (પશ્ર્ચિમ). લૌકિક પ્રથા બંધ છે.

દશનામ ગોસ્વામી
સ્વ. દીપકગીરી ગોસ્વામી ગામ દુર્ગાપૂર (નયા વાસ) હાલે ઘાટકોપર તે સ્વ. પુરુષોત્તમગીરી મુલગીરી તથા મંગલાબેન પુરુષોત્તમગીરી ગોસ્વામીના સુપુત્ર. હર્શિદાબેનના પતિ. ત્રિવેણીબેન, સુભાષગીરી તથા વિજયાબેનના નાનાભાઈ. શિવપુરી બાલ પૂરી ગામ (જામનગર)ના જમાઈ તા. ૩૦/૭/૨૪ના કૈલાસવાસ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧/૮/૨૪ના ગુરુવાર નવદુર્ગા હૉલ, પારસીવાડી, ઘાટકોપર વેસ્ટ.

હાલાઇ લોહાણા
મૂળગામ પાડોદારવાળા હાલ કાંદિવલી સ્વ. જેઠાલાલ ખીમજી સિરોદરીયાના ધર્મપત્ની ગં. સ્વ. મંજુલાબેન (સિકુબેન) સિરોદરિયા (ઉં.વ. ૮૩) તે ચેતન, કુનીલ (મુન્ના), દીપ્તિ ભટ્ટ તથા અલ્પા કાનાબારના માતુશ્રી. સ્વીટી, મીના, રંજીત ભટ્ટ તથા રાજેશ કાનાબારના સાસુ. સ્વ. બાબુભાઇ, સ્વ. મગનભાઈ, સ્વ. ધીરીબેન માખેચા, સ્વ. નબીબેન નથવાણી, સ્વ. ગીતાબેન રૂપારેલિયા, સ્વ. વિજયાબેન કક્કડના ભાઈના પત્ની. તે પિયરપક્ષે ધ્રાફાવાળા હાલ બોરીવલી સ્વ. દિનુભાઈ મોનજીભાઈ ચંદારાણાના બહેન તે ૨૯/૭/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧/૮/૨૪ના રોજ ૫ થી ૭ કલાકે શ્રી હાલાઇ લોહાણા મહાજનવાડી, બીજે માળે, શંકર મંદિરે પાસે, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

દશા સોરઠીયા વણીક
ઊપલેટા નિવાસી હાલ ભિવંડી સ્વ. જયંતિલાલ ત્રિકમદાસ માંડાણી તથા સ્વ. કાંતાબેનના પુત્ર પંકજ (ઉં.વ. ૫૮) તે રેખાબેનના પતિ. મેઘા, ધ્રુવિના પિતાશ્રી. તે અનિભાઈ, નરેશભાઈ, પ્રતિભા વિલાસરાવ પાટિલના ભાઈ. સ્વ. જયંતિલાલ ગિરિધરલાલ ધોળકીયાના જમાઈ તે ૩૦/૭/૨૪ મંગળવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. ૧૫૯ દિપ એપાર્ટમેન્ટ, ૩જે માળે, બ્રાહ્મણ આળી, પોસ્ટ ઓફિસની પાછળ, કાળ ભૈરવ મંદિરની સામે, ભિવંડી.

દશા શ્રીમાળી વણિક
ગં. સ્વ. ઉષાબેન ઇન્દ્રવદન શાહ (ઉં.વ. ૮૫) તે વડોદરા નિવાસી હાલ વિરાર તે ૨૭/૭/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે અલ્પા, શિલ્પા, રૂપલ, સ્વ. વ્રજેશના માતુશ્રી. કાશ્મીરા, આકાશ, પરાગ, સ્વ. પરેશના સાસુ. ચંદ્રેશભાઈ શિવલાલ શાહના બહેન. કુસુમબેનના ભાભી. સદ્ગતનું બેસણું ૧/૮/૨૪ના રોજ ૪ થી ૬ કલાકે કુબેર બેન્કવેટ, ગજ પ્લાઝા, પ્રીમિયમ પાર્ક, વિરાર વેસ્ટ રાખેલ છે.

પરજીયા સોની
ભાવનગરવાળા હાલ કાંદિવલી મુકેશભાઈ શાંતિલાલ ધકાણના ધર્મપત્ની અ.સૌ. ભારતીબેન (ઉં.વ. ૫૭) તે ૩૦/૭/૨૪ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે રાજ, દીપિકા સૌરભકુમાર કાપડિયા, દિવ્યાના માતુશ્રી. વૃત્તિકા તથા સૌરભકુમારના સાસુ. પોપટલાલ વિઠ્ઠલદાસ સાગરના દીકરી. પ્રાર્થનાસભા ૧/૮/૨૪ના રોજ ૪ થી ૬ કલાકે સોની વાડી, શીમ્પોલી ક્રોસ રોડ, બોરીવલી વેસ્ટ.

કંડોળિયા બ્રાહ્મણ
જાફરાબાદવાળા, હાલ મુંબઈ ફોર્ટ નિવાસી સ્વ. ચંદ્રકાન્ત મકનજી ભટ્ટનાં ધર્મપત્ની શાંતાગૌરિ ભટ્ટ (ઉં.વ. ૮૪) તા. ૨૮/૭/૨૪ને રવિવાર કૈલાસવાસી થયેલ છે. તે કલ્પનાબેન, પ્રજ્ઞાબેન, સ્વ. કૈલાશબેન, સંદીપભાઈ, ચેતનાબેન પ્રશાંતકુમાર ત્રિવેદીનાં માતુશ્રી. અ.સૌ. તૃપ્તિબેન સંદીપ, પ્રશાંતકુમાર પ્રકાશભાઈનાં સાસુ. સ્વ. દલસુખરાઈ મકનજી તથા સ્વ. શારદાબેન કાન્તિલાલનાં ભાભી. દીપકભાઈ, સ્વ. મુકેશભાઈ, સ્વ. જયશ્રીબેન, સ્વ. સ્મિતાબેન, લતાબેનના કાકી. સર્વ પક્ષીય સાદડી તા. ૧-૮-૨૪ ગુરુવારના ૪.૦૦ થી ૬.૦૦. ભાટિયા ભગીરથી મંદિર, દાદીશેઠ અગ્યારી લેન, ભૂલશ્ર્વર. લૌકિક ક્રિયા ઘરમેળે રાખેલ છે.

લુહાર સુથાર
ગામ ધંધુકાવાળા હાલ કાંદિવલી હસમુખ ત્રિકમભાઇ રાઠોડ (ઉં.વ. ૭૭) ૩૦/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે શોભાબેનના પતિ. હિતેષ, ભાવેશ, હિના તથા મેઘનાના પિતા. રિદ્ધિ, નીલમ, કુતેશ હરસોરા, અમિત ચુડાસમાના સસરા. સ્વ. અરવિંદભાઈ, દિલીપભાઈ, કિરીટભાઈના ભાઈ. પ્રાર્થનાસભા ૧/૮/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.

ઘોઘારી મોંઢ
દહિસર નિવાસી પ્રફુલભાઇ વિષ્ણુદાસ શેઠના ધર્મપત્ની કલ્પનાબેન શેઠ (ઉં.વ. ૭૩) તે સોનાલી, જતીનના માતુશ્રી. ગૌરાંદે તથા તિમિરના સાસુ. દ્રષ્ટિ, જીયા, મંથન, વાનીના નાની. પિયરપક્ષે સ્વ. મધુબેન મનુભાઈ પરીખના દીકરી ૩૦/૭/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧/૮/૨૪ના ૫ થી ૭. વિદ્યા મંદિર બેન્કવેટ હોલ, વિદ્યા મંદિર સ્કૂલની નીચે, સી એસ રોડ, દહિસર ઈસ્ટ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button