ઇન્ટરનેશનલ

કાવેરી જળવિવાદ: ‘બેંગલૂરુ બંધ’ આંશિક સફળ

બેંગ્લૂરુ: તમિલનાડુને કાવેરી જળ વહેંચણીના વિરોધમાં આપવામાં આવેલા બેંગ્લૂરુ બંધનું એલાન આંશિક સફળ રહ્યું હતું. ખેડૂતો અને ક્ધનડ તરફી સંસ્થાઓએ સવારથી સાંજના બંધનું એલાન આપ્યું હતું જેને ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (એસ)એ સર્મથન આપ્યું હતું. મંગળવારે અહીં મોટા ભાગની જાહેર ઓફિસો ખુલ્લી રહી હતી. જો કે ઓછા લોકો બહાર નીકળ્યા નહતા.

કર્ણાટક જળ સંરક્ષણ સમિતિના નેતા કુરુબુરુ સાંતાકુમારે વિરોધ આંદોલનની આગેવાની લીધી હતી. સાંતાકુમાર અને અન્ય નેતાઓ ટાઉન હોલ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે માયસુરુ બૅન્ક સર્કલ પાસે તેમની અટકાયત કરવામાં આવી હતી. ટાઉનહોલ પર ભેગા થયેલા અન્ય સંસ્થાઓના આંદોલનકારીઓની પણ અટકાયત કરવામાં આવી હતી.

કર્ણાટકના ટ્રાન્સપોર્ટ પ્રધાન રામલિન્ગા રેડ્ડી ફ્રીડમ પાર્ક પર આંદોલનકારીઓને મળ્યા હતા અને તેમની પાસેથી મેમોરેન્ડમ સ્વીકાર્યું હતું તમિલનાડુ માટે કાવેરીના જળ નહીં છોડવામાં આવે દુકાળના વર્ષો દરમ્યાન નુકસાનનું આકલન કરવા ચૂંટણીપંચ જેવી સ્વાયત્ત
સંસ્થાની રચના કરવા મેકેડાટુ પ્રોજેક્ટનો અમલ કરવા ખેડૂતો અને ક્ધનડતરફી સંગઠનોના કાર્યકરો સામેના કેસ પાછા ખેંચવા વિગેરે પાંચ માગણી આવેદનપત્રમાં કરવામાં આવી હતી.

એક ક્ધનડતરફી સંસ્થા “ક્ધનડ ઓકુટાએ ૨૯મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. મંગળવારે ટેક્સી સર્વિસ, ઓટો, હોટેલ/રેસ્ટોરા ખુલ્લા રહ્યા હતા પણ તેમાં ખૂબ ઓછા લોકો માર્ગો પર દેખાયા હતા. શહેરની શાળા અને કૉલેજો બંધ રાખવામાં આવ્યા હતા.

મોટા ભાગની ખાનગી કંપનીઓના કર્મચારીઓએ ‘વર્ક ફ્રોમ હોમ’ કર્યું હતું. મોટા ભાગના મોલ અને સિનેમા થિયેટરો બંધ રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button