આમચી મુંબઈ

દુકાનદારોએ મરાઠીમાં સાઈન બોર્ડ લગાવવા જ પડશે

સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો

મુંબઈ: મુંબઈમાં છૂટક વેપાર (રિટેલ બિઝનેસ) કરતા વેપારીઓને મરાઠીમાં નવા સાઈન બોર્ડ લગાવવા સુપ્રીમ કોર્ટે બે મહિનાનો સમય આપ્યો છે. સાથે સાથે મહારાષ્ટ્ર સરકાર વતી છેલ્લા છ વર્ષથી લાગુ કરવામાં આવેલા આ નિયમને કરવામાં આવેલા બંધારણીય પડકાર અંગે વિચાર વિમર્શ કરવાની પણ તૈયારી સુપ્રીમ કોર્ટે દર્શાવી છે. એ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અમુક શરતોને આધીન દરેક નાની – મોટી દુકાન પર મરાઠી ભાષામાં સાઈન બોર્ડ જરૂરી છે. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ ઉજજવલ ભૂઇયાની ખંડપીઠે જણાવ્યું હતું કે ‘દિવાળી અને દશેરા પહેલા મરાઠીમાં સાઈન બોર્ડ લગાવવાનો સમય તમારી પાસે છે. તમે મહારાષ્ટ્રમાં રહો છો અને મરાઠીમાં સાઈન બોર્ડ રાખવાથી શું ફાયદા થાય એનાથી તમે અજાણ છો. મુંબઈના રિટેલ વેપારી સંઘની અરજીની સુનાવણી કરતી વખતે અદાલતે આ ટિપ્પણી કરી હતી.

વેપારી સંઘ વતી વકીલ મોહિની પ્રિયા ઉપસ્થિત રહી હતી. તેમનું કહેવું હતું કે દુકાનદારો મરાઠીમાં સાઈન બોર્ડ રાખવાના વિરોધમાં નથી. રાજ્ય સરકારનો નિયમ મરાઠીને અનિવાર્ય બનાવે છે. એ અનુસાર અક્ષરોના ફોન્ટ એક સરખા હોવા જોઈએ અને એને સાઇનબોર્ડની અન્ય કોઈ ભાષાની ઉપર લખવું જોઈએ. દુકાનદારો તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે હાલનું સાઈનબોર્ડ બદલી નવું સાઈન બોર્ડ લગાવવામાં ખાસ્સો ખર્ચ આવે એમ છે. ખંડપીઠની દલીલ હતી કે ‘કર્ણાટકમાં પણ આવો નિયમ છે.’

રિટેલ એસોસિયેશને સુપ્રીમ કોર્ટની સલાહનું પાલન કરવા અંગે સહમતી દર્શાવી હતી. સાથે એમ પણ જણાવ્યું કે તેમની અરજીમાં દર્શાવવામાં આવેલા બંધારણીય મુદ્દા પર બે મહિના બાદ વિચાર કરવો જોઈએ. દલીલ દરમિયાન વકીલ પ્રિયાએ ચાર મહિનાનો સમય આપવાની માગણી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…