લાડકી

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
सरळ સરદાર
सरजा ગોખરું
सराव સીધું
सराटा ચાલાક
सराईत મહાવરો

ઓળખાણ પડી?
આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ૨૪ વિજેતાપદ મેળવનારી ખેલાડીની ઓળખાણ પડી? ઓલિમ્પિક્સમાં મેડલ મેળવનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે.
અ) પીવી સિંધુ બ) અપર્ણા પોપટ ક) તન્વી લાડ ડ) સાઈના નેહવાલ

ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધ ઓળખી કાઢો. પુરુષના સસરાના એકમાત્ર વેવાઈની પૌત્રીનો પતિ પુરુષને સંબંધમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) ભત્રીજો બ) સાળો ક) જમાઈ ડ) બનેવી

જાણવા જેવું
નારીનો એક અર્થ પાણીમાં થતી જાંબુડિયા અને ધોળાં ફૂલની વેલ એવો પણ થાય છે. કીડામારી તરીકે પણ ઓળખાય છે. આ વેલના પાંદડાં આંગળભર પહોળાં અને બે ત્રણ આંગળ લાંબાં હોય છે. તેનાં પાંદડાંને અર્ધચંદ્રાકૃતિ એક મોટો ખાંચો હોવાથી તેને ચાંદવેલ પણ કહે છે. મરાઠીમાં તેને રાજબલા કહે છે

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં ગધેડાનો પર્યાયવાચી શબ્દ સંતાઈને બેઠો છે એ શોધી કાઢો જોઉં.
મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે!

નોંધી રાખો
ધીમે ધીમે ઉંમર વીતી જાય છે, જીવન યાદોનું પુસ્તક બની જાય છે. ક્યારેક કોઈની યાદ બહુ સતાવે છે તો ક્યારેક યાદોના સહારે જિંદગી કપાઈ જાય છે.

માઈન્ડ ગેમ
Cheongsam – ચોન્ગસેમ તરીકે ઓળખાતો મહિલાનો પહેરવેશ મુખ્યત્વે કયા દેશમાં જોવા મળે છે એ વિકલ્પમાંથી
શોધી કાઢો.
અ) થાઇલેન્ડ બ) જાપાન
ક) ચીન ડ) ઈન્ડોનેશિયા

ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
धकटी તાપણું
धग ગરમી
धडक અથડામણ
धाकटा નાનો
धाडस હિંમત

ગુજરાત મોરી મોરી રે
ભાભી

ઓળખાણ પડી?
જયલલિતા

માઈન્ડ ગેમ
પેલેડિયમ

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
રાવ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી પ્રકાશ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) ભારતી બુચ (૮) પ્રતિમા પમાણી (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૧) શીરીન ઔરંગાબાદવાલા (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) અરવિંદ કામદાર (૧૪) શ્રદ્ધા આશર (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) લજિતા ખોના (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મહેશ દોશી (૨૨) અમીશી બંગાળી (૨૩) નિખિલ બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) અશોક સંઘવી (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) મીનળ કાપડિયા (૨૯) પુષ્પા ખોના (૩૦) પ્રવીણ વોરા (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) ભાવના કર્વે (૩૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) દિલીપ પરીખ (૩૮) અરવિંદ કામદાર (૩૯) કલ્પના આશર (૪૦) વિણા સંપટ (૪૧) દેવેન્દ્ર સંપટ (૪૨) ગીતા ઉદ્દેશી (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) સુભાષ મોમાયા (૪૫) નિતીન બજરિયા (૪૬) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૭) અલકા વાણી (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) મહેશ સંઘવી (૫૦) મહેશ સંઘવી (૫૦) જગદીશ ઠક્કર (૫૧) જ્યોત્સના ગાંધી (૫૨) રમેશ દલાલ (૫૩) ઈનાક્ષી દલાલ (૫૪) હિના દલાલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button