Importan News Alert: Kashmirમાં હવે જગ્યાઓ પર જવા માટે કરવું પડશે આ કામ, નહીંતર…

કાશ્મીરને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે, પરંતુ દરેક સિક્કાની જેમ બે બાજું હોય છે એમ જ આ ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરની કાળી બાજુ પણ છે. પાકિસ્તાનની સીમાની નજીક આવેલા જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં કેટલાય સમયથી આંતકવાદી ગતિવિધિઓને વેગ મળી રહ્યો છે અને ઘણી વખત તો આ આંતકવાદીઓ અને ઈન્ડિયન આર્મી વચ્ચે ફાયરિંગની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હવે આ ઘટનાઓ પર નિયંત્રણ લાવવા માટે જ સરકાર દ્વારા મહત્ત્વનું પગલું લેવામાં આવી રહ્યું છે.
કાશ્મીરમાં વધી રહેલી આંતકવાદી ઘટનાઓને રોકવા માટે અને કાશ્મીરની નિયંત્રણ રેખા પરથી થઈ રહેલી ઘૂસણખોરીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના એવા વિસ્તાર કે જે સીમાની નજીક છે ત્યાંની મુલાકાત લેવા માટે એક સ્પેશિયલ સર્ટિફિકેટ મેળવવી પડશે અને ત્યાર બાદ જ એ વિસ્તારની મુલાકાત લઈ શકાશે. હવે તમને થશે કે આ સર્ટિફિકેટ કઈ રીતે અને ક્યાંથી મેળવી શકાય, ચાલો એ વિશે પણ તમને માહિતી આપી જ દઈએ-
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં એક મહિનમાં 12 જવાનો શહીદ, ઓડિશાથી BSFની બે બટાલિયન મોકલવામાં આવી
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના અનેક વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારથી ઘૂસણખોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હવે સરકારના નવા આદેશ અનુસાર જો કોઈ ટૂરિસ્ટને કુપવાડાના કેરન અને કરનાહ જવું ગશે તો તેમની પાસે પોલીસ સ્ટેશનમાંથી આપવામાં આવેલું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ હોવું ખૂબ જ જરૂરી છે. આ સાથે જ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ફાર્કિયા કે સાધના ટોપ જવા માટે આ સર્ટિફિકેટને ક્રાલપોરા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે.
પોલીસ વેરિફિશકેશન સર્ટિફિકેટ હાંસિ કર્યા બાદ જ હવે પર્યટકોને કુપવાડા જિલ્લાની સાથે સાથે અન્ય બોર્ડર પર આવેલા વિસ્તારોમાં ફરી શકશે. અત્યાર સુધી પર્યટકો આ વિસ્તારોની મુલાકાત આધાર કાર્ડ દેખાડીને જ લઈ શકતા હતા. આંતકવાદીઓ સાથેની અથડામણની ઘટનાઓ બાદ હવે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવી છે.
સર્ટિફિકેટ મએળવવા માટે કુપવાડાના બોર્ડર એરિયામાં ફરવા જવા માંગતા હોવ તો એ માટે તેમણે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લેવી પડશે જ્યાં તેઓ રોકાયા છે. આ પોલીસ સ્ટેશનથી વેરિફિકેશન સર્ટિફિકેટ મેળવવી પડશે આ માટે પોલીસ દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવશે અને કેટલીક માહિતી પોલીસને આપવી પડશે. ત્યાર બાદ પોલીસ ડિટેઈલ્સ વેરિફાય કરશે અને પર્યટકોને પીવીસી સર્ટિફિકેટ આપશે.