આમચી મુંબઈમહારાષ્ટ્ર

Metro-3 શરૂ થવા માટે હજી રાહ જોવી પડશે, હવે જાણું નવું કારણ?

મુંબઈ: કોલાબાથી સીપ્ઝ મેટ્રો-થ્રી (Metro 3) શરૂ થવા માટે વધુ રાહ જોવી પડે એવા સંકેત મળી રહ્યા છે. મેટ્રો-થ્રીના આરેથી બીકેસી એમ પ્રથમ તબક્કાના માર્ગના મેટ્રોની તપાસણી રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (RDSO) સંસ્થા મારફતે પૂર્ણ થઇને એક મહિનો થઇ ગયો છતાં મેટ્રો માર્ગ માટે કમિશનર ઓફ મેટ્રો રેલવે સેફ્ટી (સીએમઆરએસ) ટીમ દાખલ થઇ નથી.

વિધાનસબા ચૂંટણી માટે આચારસંહિત લાગે તે પહેલા મેટ્રો-થ્રીનું ઉદ્ઘાટન કરવા માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી તૈયારી શરૂ છે, તેથી સીએમઆરએસ ટીમ દ્વારા જુલાઇમાં મેટ્રોની સેફ્ટી ચકાસવામાં આવનાર હતી.

આ પણ વાંચો: …તો મેટ્રો-થ્રીના પ્રવાસમાં મોબાઈલના કનેક્શનમાં મુશ્કેલી ઊભી થશે નહીં, જાણો કઈ રીતે?

આમ છતાં જુલાઇ મહિનો પણ પૂરો થઇ ગયો, પણ ટીમ હજી આવી નથી. આ ટીમ દ્વારા ઝીણવટભરી ચકાસણી કર્યા પછી મેટ્રો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવે છે અને જો કોઇ ખામી જણાય તો તે દૂર કરવાનું કહેવામાં આવે છે.

મેટ્રો-થ્રીના ત્રણ ત્રણ સ્ટેશન પર પાણી ભરાયા હોવાનું પણ થોડા દિવસ પહેલા જાણવા મળ્યું હતું. કોન્ટ્રેક્ટર દ્વારા મોન્સૂન માટે તકેદારી રાખવામાં ન આવતા પાણી ભરાયા હતા. તેથી નવા બની રહેલા સ્ટેશનની મિલકતને નુકસાન પહોંચ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. સ્ટેશનમાં દાખલ થવાની અને બહાર જવાના માર્ગનું કામ પણ હજી બાકી છે. સ્ટેશન પર સાઇન બોર્ડ લગાવવા સહિતના અનેક કામ હજી પૂર્ણ કરાયા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button