બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સફળ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. રણબીર કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર, આલિયા ભટ્ટ જેવા અનેક સ્ટાર્સના ઘર તેણે સજાવ્યા છે. આ ઉપરાંત  રઈસ, જવાન વગેરે જેવી ફિલ્મનું મેકિંગ પણ તેણે કર્યું છે.

આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે રેડિયો જોકી તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેણે ઘણા સફળ પુસ્તક અને કાવ્યસંગ્રહ લખ્યા છે. પ્રતિભાથી ભરપુર તાહિરાએ દિગ્દર્શક તરીકે ટૂંકી ફિલ્મ પણ બનાવી છે. 

બોલિવૂડમાં કેટલીક ફિલ્મ કર્યા બાદ ટ્વિંકલ ખન્ના લેખિકા અને કોલમિસ્ટના અવતારમાં આવી ગઇ છે. તેના પ્રોડક્શન હાઉસ-મિસિસ ફનીબોન્સ મૂવીઝે નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા ફિલ્મ પેડમેન પ્રોડ્યુસ કરી હતી.

સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી ફેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરે છે. તે ડિઝાઇનર લેબલ- મન અને ઈશાની માલિકી ધરાવે છે. માના સેવ ધ ચિલ્ડ્રન ઓફ ઈન્ડિયા જેવી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે.

દેશના સૌથી મોટા અને સૌથી સફળ પ્રોડક્શન હાઉસમાં ગણાતા બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અભિનેતા જીતેન્દ્રની પત્ની શોભા કપૂર છે. તેણે શૂટઆઉટ એટ લોખંડવાલા, ધ ડર્ટી પિક્ચર, એક વિલન જેવી ઘણી ફિલ્મનું નિર્માણ કર્યું છે. 

વરૂણ ધવનની પત્ની નતાશા દલાલ એક સફળ ફેશન ડિઝાઇનર છે. તેણે 2013માં તેનું લેબલ નતાશા દલાલ લૉન્ચ કર્યું છે, જે લેહેંગા, ગાઉન અને આકર્ષક બ્રાઇડ આઉટફિટ્સ માટે પ્રખ્યાત છે.

અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત ભૂતપૂર્વ અભિનેત્રી હોવા ઉપરાંત એક સફળ બિઝનેસ વુમન પણ છે. માન્યતા દત્ત સંજય દત્ત પ્રોડક્શનની સીઈઓ પણ છે.

અભિનેતા સંજય કપૂરની પત્ની મિહિપ કપૂર  સત્યાની ફાઇન જ્વેલ્સ નામની સફળ જ્વેલરી બ્રાન્ડ ચલાવે છે. તેણે કરણ જોહર સાથે ત્યાની નામની બીજી જ્વેલરી બ્રાન્ડ લોન્ચ કરવા માટે ભાગીદારી કરી છે.

બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ પણ ઈન્ટીરીયર ડીઝાઈનીંગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તે જ્વેલ્સ ઇન ધ ફોરેસ્ટ નામનો સફળ હોમ એસેસરીઝ અને ફર્નિશીંગ સ્ટોર ચલાવે છે.