Assembly Election પૂર્વે ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી માટે શું બોલી ગયા, તો સમર્થન…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે કેમ્પેઇન મોડમાં આવી ગયા છે અને જોરશોરથી પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. બુધવારે પક્ષના કાર્યકરોને સંબોધતા વખતે ઉદ્ધવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે નિશાન સાધ્યું હતું. ફરી સત્તામાં આવવાની સાથે પોતાના પક્ષના સાંસદો પણ પીએમ મોદીને સમર્થન આપવાની વાત કરી નાખી હતી.
Read Also: વેષાંતર કરીને દેશની સુરક્ષા સાથે રમત કરનારા નાયબ મુખ્ય પ્રધાન ન જોઈએ: ઉદ્ધવ ઠાકરે
અનામત મુદ્દે વાત કરતા ઉદ્ધવે કહ્યું હતું કે જો વડા પ્રધાન મોદી મરાઠા અને ધનગર સમાજને અનામત આપવાની સમસ્યા ઉકેલશે તો મારા પક્ષના બધા જ સાંસદ તેમનું સમર્થન કરશે. મોદી અનામતની પચાસ ટકાની મર્યાદા વધારી શકે છે. આમ કહી ઉદ્ધવ ઠાકરેએ એક રીતે અનામતના મુદ્દાનો ઉકેલ લાવવાનું એક રીતે કેન્દ્ર સરકારના માથે ઢોળી દીધું હોવાની ચર્ચા પણ થઇ રહી છે.
ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન મોદીને મહારાષ્ટ્રમાં પ્રચાર માટે આવવાનો પડકાર ફેંકતા કહ્યું હતું કે મોદીએ વિધાનસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં આવવું જોઇએ.
Read Also: ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો અપાત્ર જ!
લોકસભાની ચૂંટણી દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને જીતાડવા માટે વડા પ્રધાન મોદીએ કલ્યાણમાં પક્ષ(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના એક નાનકડા કાર્યકરની વિરુદ્ધ પ્રચાર કરવો પડ્યો હતો, તેવી ટીકા ઉદ્ધવે કરી હતી. આ ઉપરાંત પોતાના પક્ષનું નામ (શિવસેના), નિશાન (ધનુષ્ય-બાણ) એકનાથ શિંદે દ્વારા છીનવી લેવાયા હોવા છતાં સત્તામાં પાછા ફરશે તેવો વિશ્વાસ પણ ઠાકરેએ વ્યક્ત કર્યો હતો.
હું રહીશ અથવા તો તમે રહેશો: ફડણવીસને ઉદ્ધવની ચીમકી
ભૂતપૂર્વ ગૃહ પ્રધાન તેમ જ 100 કરોડની વસૂલી સહિતના કેસના કારણે ચર્ચામાં રહી ચૂકેલા અનિલ દેશમુખે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર કરેલા આરોપોનો ઉલ્લેખ કરતા ઉદ્ધવે કહ્યું હતું કે મને અને આદિત્યને ફસાવી જેલમાં નાખવાના ફડણવીસના કાવતરાં વિશે અનિલ દેશમુખે મને જણાવ્યું હતું. હવે અથવા તો હું રહીશ અથવા તો ફડણવીસ રહેશે. શિવસેના પર ઉઠનારો હાથ તેની જગ્યાએ ન રહેવો જોઇએ એવો મારો આદેશ છે.