આટલો સસ્તો આઉટફિટ પહેલી લોકોને ઘેલું લગાડી ગઈ આ સ્ટારકિડ, કિંમત જોઈ આંખો પર નહીં થાય વિશ્વાસ

વાત જ્યારે સેલેબ્સ અને સ્ટાર કિડ્સની હોય તો તેમની રહેણી-કરણી અને ડે ટુ ડે લાઈફસ્ટાઈલ વિશે જાણવા બધા જ આતુર હોય છે

આજે આપણે અહીં આવા જ એક સ્ટારકિડ વિશે વાત કરવાના છીએ-

આ સ્ટારકિડે એકદમ સસ્તો આઉટફિટ પહેરીને લાઈમલાઈટ લૂંટી લીધી હતી અને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી

અહીં વાત થઈ રહી છે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડકવાયી રાહા કપૂરની. 

રાહા કપૂર હાલમાં જ પપ્પા રણબીર સાથે ડે આઉટ પર જવા નીકળી હતી અને એ સમયે તેણે પેપ્ઝને પોતાની ક્યૂટ અદાઓથી ક્રેઝી કરી દીધા હતા

આ સમયે રાહા કપૂર બ્રાઉન કલરના એક કો-ઓર્ડ સેટમાં જોવા મળી હતી અને જેના પર એક ક્રેબનો ફોટો જોવા મળી રહ્યો છે

આ સાથે કો-ઓર્ડ સેટ પર લખ્યું છે હેલ્લો બેસ્ટ ફ્રેન્ડ...

ઈન્ટરનેટ પર જ્યારે આ કો-ઓર્ડ સેટની કિંમત વિશે ખાખા ખોળા કર્યા ત્યારે ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી

ઓનલાઈન વેબસાઈટ પર આ કો-ઓર્ડ સેટની કિંમત 799 રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું

આ કો-ઓર્ડ સેટ સાથે રાહાએ વ્હાઈટ સ્નીકર્સ પહેર્યા છે અને પોનીટેલ બાંધી છે