આપણું ગુજરાતરાજકોટ
રાજકોટ અગ્નિકાંડઃ નવી SOP પ્રમાણે મેળો થવો શક્ય નથી? રાઈડ્સ સંચાલકોની રજૂઆત
રાજકોટઃ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટર તંત્રની કડક એસઓપી (SOP)નો અમલ કરવાની જાહેરાત. જોકે, જો રાઇડ્ઝ ચલાવવી હશે તો સોઇલ ટેસ્ટ ઉપરાંત ફાઉન્ડેશન ભરી અને બીમ કોલમ પર લગાવવી પડશે..
રાઇડ્સ સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ બધા નિયમો પાંચ કે દસ વર્ષની લીઝ પર જગ્યા રખાતી હોય અને સતત ચાલુ રહેતી હોય તો શક્ય બને અન્યથા સમય અને ખર્ચને જોતા આ શક્ય જ નથી. આ માટે સરકાર સમક્ષ SOP હળવી કરવા માંગ કરાઈ હતી. રાઈડનું ફાઉન્ડેશન કરાવવું અને NDT રિપોર્ટ મેળવવો અશક્ય છે.
જુઓ –
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા સરકાર અને જિલ્લા તંત્રને SOPના નિયમો હળવા રાખવા અપીલ. અત્યારના સંજોગોમાં રાઈડ સંચાલકોના કહેવા મુજબ જો આ નિયમો હળવા નહીં થાય તો રાજકોટમાં જ નહીં, પરંતુ જ્યાં જ્યાં મેળા થાય છે ત્યાં આ નિયમ પ્રમાણે બિઝનેસ કરવાનું શક્ય નથી.