આપણું ગુજરાતરાજકોટ

રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ વિરૂદ્ધ સૂત્રોચાર કરી CP કચેરી પહોંચ્યા

આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર

રાજકોટઃ આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરોએ બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર ઓફિસ સુધી હાથમાં બેનર લઈ અને ભાજપના ભ્રષ્ટાચારને લઈને સૂત્રોચાર કર્યા હતા. ભાજપ વિરુદ્ધના પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, હોદેદારો, કાર્યકરો દ્વારા માસુમ બાળકીઓનો બળાત્કાર, ડ્રગ્સ માફિયાઓ, બુટલેગરો, ખોટા ટોલનાકાઓ, વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારો, પેપર ફોડવાના કાંડો, સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર રીતે મકાન બનાવીને વેચવા સહિત અન્ય મુદ્દા અંગે સરકારને ઘેરી હતી.

આ ઉપરાંત, ગૌચરની જમીન પચાવી પાડવી, સરકારી ખાતાઓમાં કટકી કરવી, સરકારી અનાજને સગેવગે કરવુ, લોકોનું અપહરણ કરી ધાક ધમકી આપી જમીન લખાવી લેવી, ભૂ- માફીયાઓ, ખોટી કોલેજો કાગળો ઉપર ઉભી કરવી, બ્રિજ/ફલાઈઓવરમાં મોટા ભ્રષ્ટાચાર આચારવા, ગુજરાતમાં દારૂબંધી હોવા છતા દારૂની હેરફેર કરી જેવા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button