5000 કરોડની પ્રોપર્ટીમાંથી એક કોડી પણ નહીં મળે Saif Ali Khanના ચારેય સંતાનોને… આ છે કારણ

બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ અને ટેલેન્ટેડ એક્ટરમાં કરવામાં આવે છે. અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મ આપનાર સૈફે પોતાની એક્ટિંગથી પોતાની જાતને પૂરવાર કરી છે. સૈફ અલી ખાન પોતાના દિવંગત પિતા મંસૂર અલી ખાન પટૌડી પછી પટૌડીના દસમો નવાબ છે. સૈફ દેશના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક છે અને એની પાસે એક નહીં પણ બે બે ભવ્ય વારસાગત પ્રોપર્ટી પણ છે જેમાંથી એક એટલે પટૌડી પેલેસ અને બીજી પ્રોપર્ટી આવેલી છે ભોપાલનું ઘર. ટૂંકમાં સૈફ અલી ખાન 5000 કરોડની પ્રોપર્ટીનો માલિક છે પણ મજાલ છે કે તે એમાંથી એક પણ રૂપિયો તેના ચારેય સંતાનોને આપી શકશે? હવે તમને થશે કે ભાઈ આવું કઈ રીતે શક્ય છે? બાપની સંપત્તિ પર તો પિતાનો પૂરેપૂરો અધિકાર હોય છે તો પછી સૈફ કેમ પોતાના સંતાનોને પ્રોપર્ટીમાં ભાગ નહીં આપી શકે?
Read Also: સૈફ અલી ખાનની પત્ની અને દીકરી વચ્ચે clash થતા રહી ગયો…
સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે અને તેની પહેલી પત્ની છે અમૃતા સિંહ અને અમૃતાથી તેને બે સંતાનો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન. ત્યાર બાદ તેણે કરિના કપૂર સાથે લગ્ન કર્યા અને હવે કરિનાથી પણ તેને બે દીકરા છે તૈમુર અને જેહ. કહેવા માટે તો સૈફ અલી ખાન 5000 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે પણ તે પોતાના ચારેય સંતાનોને આ પ્રોપર્ટીમાંથી ભાગ નહીં આપી શકે.
આવું થવાના કારણ વિશે વાત કરીએ તો પટૌડી હાઉસ સાથે સંકળાયેલી તમામ પ્રોપર્ટી અને અન્ય રેલિવેન્ટ પ્રોપર્ટી ભારત સરકારના એનિમી ડિસ્પ્યુટ્સ એક્ટ ઓફ ઈન્ડિયન ગર્વન્મેન્ટ હેઠળ આવે છે. આ અધિનિયમ હેઠળ આવતી પ્રોપર્ટી પર કોઈ પણ અધિકારનો દાવો નથી કરી શકાતો તે ન તો તેને વારસામાં આપી શકાય છે. પટૌડી હાઉસની તમામ આલિશાન પ્રોપર્ટી આ જ અધિનિયમ હેઠળ આવે છે અને એટલે સૈફ અલી ખાન પોતાના ચારેય સંતાનોના નામે આ પ્રોપર્ટી નહીં કરી શકે.
Read Also: સૈફ અલી ખાને બીજી કોઇ છોકરીને સમજી લીધી કરીના અને હગ કરવા ગયો પછી….
વાત કરીએ આ પ્રોપર્ટી કેમ આ વિશેષ અધિનિયમ હેઠળ આવી છે એની તો સૈફ અલી ખાનના પરદાદા હમીદુલ્લા ખાન બ્રિટીશ શાસનના નવાબ હતા અને તેમણે એ સમયે પોતાની પ્રોપર્ટી માટે કોઈ વસિયતનામું નહોતું બનાવ્યું. સૈફના કેટલાક વંશજો પાકિસ્તાન જતા રહ્યા અને આ જ કારણે તેની આ તમામ પ્રોપર્ટી આ સ્પેશિયલ એક્ટ હેઠળ આવી ગઈ હતી.
જો સૈફ આ અધિનિયમને પડકારીને પ્રોપર્ટી પર પોતાનો દાવો કરવા માંગે તો તેને હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે અને જો અહીં ચૂકાદો તેની તરફેણમાં ન આવે તો સુપ્રીમ કોર્ટમાં ધા નાખવી પડશે. ત્યાર બાદ પણ કોઈ નિવેડો ન આવે તો ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ પણ દરખાસ્ત મૂકી શકાય છે, પણ આ કેસમાં કોઈ પણ કાર્યવાહી થાય એ ખૂબ જ મુશ્કેલ છે.