પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

પી.વી. સિંધુ ત્રીજા ઑલિમ્પિક મેડલથી ચાર ડગલાં દૂર

પૅરિસ: ભારતની ટોચની બૅડમિન્ટન પ્લેયર પી. વી. સિંધુ ત્રીજા ઑલિમ્પિક ચંદ્રકથી હવે માત્ર ચાર ડગલાં દૂર છે. તેણે બુધવારે એસ્ટોનિયાની ક્રિસ્ટિન ક્યૂબાને હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
સિંધુનો ગ્રૂપ-સ્ટેજના બીજા મુકાબલામાં ક્રિસ્ટિન સામે 21-5, 21-10થી વિજય થયો હતો.

29 વર્ષની સિંધુ શરૂઆતથી જ જીતવા માટે ફેવરિટ હતી. તેણે ફક્ત 33 મિનિટમાં ક્રિસ્ટિનને પરાજિત કરી હતી.
સિંધુ અગાઉ બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકી છે. તે 2016ની રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ અને 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

સિંધુએ અહીં પૅરિસમાં પ્રથમ મુકાબલામાં માલદીવની ફાતિમા અબ્દુલ રઝાકને 21-9, 21-6થી હરાવી હતી.
હૈદરાબાદી-ગર્લ સિંધુ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-ટૂ છે, પરંતુ હાલમાં વિશ્ર્વમાં તેની 13મી રૅન્ક છે. તેને એસ્ટોનિયાની 73મા ક્રમની ક્રિસ્ટિનને હરાવવામાં બહુ મહેનત નહોતી કરવી પડી, પરંતુ હવે પછીના રાઉન્ડ સંઘર્ષના બની શકે.

સિંધુએ ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવા હવે પ્રી-ક્વૉર્ટર ફાઇનલ, ક્વૉર્ટર ફાઇનલ, સેમિ ફાઇનલ અને ફાઇનલ જીતવાની છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button