મનોરંજનસ્પોર્ટસ

શું નથી અલગ થયા Hardik Pandya-Natasa Stankovic? Googleની ગડબડથી ઊભી થઈ ગૂંચવણ

બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના ડિવોર્સનો મુદ્દો હાલમાં ટોક ઓફ ધ ટાઉન છે. થોડાક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર હાર્દિક-નતાસાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આની જાહેરાત પણ કરી હતી. કપલે ભલે આ પોસ્ટ કરીને પોતે અલગ થઈ ગયા હોવાની જાહેરાત કરી છે, પણ તેમ છતાં આ કપલ હજી પણ પતિ-પત્ની છે અને આ વાતનો ખુલાસો ખુદ લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલ (Search Engine Google)એ કર્યો છે. આ જોઈને ફેન્સ વધુ કન્ફ્યુઝ થઈ ગયા છે, ત્યારે આવો જોઈએ શું છે આખો માંઝરો-

વાત જાણે એમ છે કે ગૂગલ બાયોમાં હજી પણ હર્દિક પંડ્યાના ગૂગલ બાયોમાં પત્ની તરીકે નતાસા સ્ટેનકોવિકનું નામ બોલાઈ રહ્યું છે. જ્યારે નતાસા સ્ટેનકોવિકના બાયોમાં પતિ તરીકે હાર્દિક પંડ્યાનું નામ બોલાઈ રહ્યું છે. હવે આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ એ છે કે જો બંનેએ એ ઓફિશિયલ ડિવોર્સની જાહેરાત કરી દીધી છે તો ગૂગલ બાયોમાં કેમ હજી આ બાબત અપડેટ નથી કરવામાં આવી? આ સાથે જ ફેન્સના મનમાં એવો સવાલ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે શું બંને ફરી વખત સાથે જોવા મળશે? શું આ પબ્લિસિટી સ્ટન્ટ છે?

આ પણ વાંચો : ત્રણ વાર લગ્ન કરીશ, હાર્દિક સાથે અફેરની ચર્ચા વચ્ચે આ શું બોલી ગઇ અનન્યા પાંડે

જોકે, વિવિધ પોર્ટલ્સ અને વેબસાઈટ પર આ અંગેના અહેવાલો વહેતાં થયા બાદ કદાચ ગૂગલને પોતાની ભૂલનો અહેસાસ થયો હશે અને ગૂગલ બાયોમાં બંનેનું રિલેશનશિપ સ્ટેટસ અપડેટ કરવામાં આવ્યું છે અને હવે નતાસાના બાયોમાં સેપરેટેડ દેખાઈ રહ્યું છે, જ્યારે હાર્દિક પંડ્યાના બાયોમાં રિલેશનશિપ સ્ટેટસ જ નથી દેખાઈ રહ્યું

તમારી જાણ માટે કે નતાસા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર છુટાછેડાની જાહેરાત કરી હતી. નતાસાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ચાર વર્ષ સાથે રહ્યા બાદ હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે. આ રિલેશનને ટકાવવા માટે અમે અમારાથી બનતાં તમામ પ્રયાસ કર્યા પણ હવે એવું લાગે છે કે આ નિર્ણય અમારા બંને માટે યોગ્ય છે.

ગઈકાલે જ નતાસાએ દીકરા અગત્સ્યના જન્મ દિવસ પર એક ઈમોશનલ પોસ્ટ કરીને હંમેશા દીકરાની સાથે રહેવાની વાત કરી હતી. એટલું જ નહીં પણ તેણે પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું કે અગત્સ્યને કારણે જ તેના જીવનમાં પ્રેમ અને ખુશીઓનું આગમન થયું છે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. છેલ્લાં કેટલાક સમયથી હાર્દિક અને નતાસાના અલગ પડવાના અહેવાલો આવી રહ્યા હતા. પણ બંને જણે આ બાબતે કંઈક પણ કહેવાને બદલે મૌન સેવવાનું મુનાસિબ માન્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button