Happy Birthday: ગેમ ચેન્જરની જિબલ્લમાનો આજે જન્મદિવસ, જૂઓ ફર્સ્ટ લૂક
ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનું પાત્ર કરી ફેમસ થનારી હિન્દી ફિલ્મની અભિનેત્રી કિયારા અડવાણીનો આજે જન્મદિવસ છે. કિયારા હાલમાં તેની પેન ઈન્ડિયા ફિલ્મ ગેમ ચેન્જરના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે તેની ટીમે તેને એક સરપ્રાઈઝ આપી છે અને તેની સાથે કિયારાના ચાહકો પણ ખુશ થઈ ગયા છે.
ફિલ્મની ટીમે આ દિવસે કિયારા લૂકનું પોસ્ટર શેર કર્યું છે અને ફિલ્મમાં કિયારાના પાત્રનું નામ પણ લોકોને કહેવામાં આવ્યું છે. સાઉથની ફિલ્મ હોવાથી ફિલ્મમાં કિયારાનું નામ જિબલમ્મા છે.
ગેમ ચેન્જરના નિર્માતાઓએ વધુ એક નવું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મની રિલીઝને લઈને ચાહકોની ઉત્તેજના બમણી કરી દીધી છે. સાઉથનો સુપરસ્ટાર રામ ચરણ આ ફિલ્મનો હીરો છે અને તેની સામે પહેલીવાર કિયારાએ જોડી જમાવી છે. ગેમ ચેન્જર પોલિટિકલ થ્રિલર પ્રોજેક્ટ છે.
આ પણ વાંચો : બૉલીવૂડમાં ડેબ્યું પહેલા કિયારા અડવાણી કરતી હતી આ કામ
કિયારાનો જન્મ મુંબઈમાં જ આજના દિવસે વર્ષ 1991માં થયો હતો. કિયારાનું ઓરિજનલ નામ તો આલિયા છે, પણ ફિલ્મજગતમાં આલિયા નામની અભિનેત્રી ઘણી ફેમસ તેથી તેણે નામ ચેન્જ કરવું પડ્યું હતું. ત્યારબાદ તે નવા નામ કિયારાથી જાણીતી થઈ. કિયારા પત્રકાર બનવા માગતી હતી અને તે માટે માસ મીડિયા કૉમ્યુનિકેશનનો કોર્સ પણ કરતી હતી, પણ થ્રી ઈડિયટ્સ ફિલ્મ જોયા બાદ તેને એક્ટિંગમાં નસીબ અજમાવવાનું મન થયું. સમૃદ્ધ પરિવારની કિયારાએ શરૂઆતમાં નાના પ્રોજેક્ટ કર્યા પણ એમ એસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરીથી તેને ઓળખ મળી. ત્યારબાદ આવેલી કબીર સિંહે તેને ફેમસ કરી અને પછી તણે ગૂડ ન્યૂઝ, શેરશાહ, ભૂલભૂલૈયા જેવી ફિલ્મો કરી. શેરશાહના હીરો Sidhharth Malhotra સાથે તેણે લગ્ન કર્યા છે