150:70:60 મહારાષ્ટ્રમાં મહાયુતિમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી?
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાન સભાની ચૂંટણી યોજાશે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને રાજ્યમાં આ ચૂંટણીમાં સીટ શેરિંગ માટે અનેક બેઠકો યોજી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, એનસીપી નેતા અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ બેઠકોની વહેંચણી અંગે અમિત શાહ સાથે પણ મુલાકાત કરી છે. આધારભૂત સૂત્રો દ્વારા હવે એમ જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકમાંથી ભાજપ 150 બેઠક પર નસીબ અજમાવવા માગે છે. ભાજપે એકનાથ શિંદેની શિવસેનાને 70 બેઠક અને અજિત પવારની એનસીપીને 60 બેઠક આપવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. જોકે, આ બંને પક્ષો ચૂંટણીમાં વધુ બેઠક માટે દાવો કરી રહ્યા છે.
2019માં ભાજપે રાજ્યમાં 105 બેોઠક જીતી હતી અને 10 અપક્ષનું સમર્થન પણ મેળવ્યું હતું. ટૂંક સમય પહેલા ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ભાજપને આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ 288 બેઠકો પર ચૂંટણી લડવાનું સૂચન કર્યું હતું. જોકે, શિંદે શિવસેનાએ અને અજિત પવારની એનસીપીએ આને તેમનો અંગત અભિપ્રાય જણાવી નજરઅંદાજ કર્યો હતો
શિવસેનાના સાંસદ અને પક્ષ પ્રવક્તા નરેશ મસ્કેએ રાણેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાણીના વિચારો તેમની પાર્ટીના નેતાઓના વિચારોને પ્રતિબિંબિત કરતા નથી. તમામ પક્ષોને તેમની તાકાત મુજબ બેઠકો મળશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેશે. રાણેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મરાઠા ક્વોટાની માગણી કરી રહેલા મનોજ જરાંગેની ફડણવીસની ટીકાઓ પાછળ અન્ય કોઇકનો દોરીસંચાર છે. મરાઠાઓ અન્ય કોઇના ક્વોટામાંથી પોતાને માટે આરક્ષણ ઇચ્છતા નથી.
Also Read –