યુપીમાં ખાપ પંચાયતે મહિલાને તાલીબાની સજા આપી, ઝાડ સાથે બાંધી ચહેરા પર કાળો રંગ છાંટ્યો
લખનઉ: Uttar pradeshના Pratapgarhના હાથીગવાન પોલીસ સ્ટેશન વિસ્તારના ઈબ્રાહીમપુર ગામમાં અત્યંત શરમજનક ઘટના બની હતી. ઈબ્રાહીમપુર ગામમાં એક મહિલાને ઝાડ સાથે બાંધીને તેના વાળ કાપવામાં આવ્યા અને બાદમાં તેનો ચહેરા પર કાળો કલર ફેંકવામાં આવ્યો. ગામ લોકોએ આરોપ લગાવ્યો કે પારણીત મહિલાના અન્ય પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધો હતા, એટલામાં માટે ગામની Khap Panchayat મહિલાને આ તાલીબાની સજા કરી.
મહિલાના પરિવારને સાથે રાખીને અને કાયદાની હદ રહીને આ મામલાને ચર્ચાથી ઉકેલી શકાયો હોત. પરંતુ ગામના કેટલાક દબંગ લોકોએ ખાપ પંચાયત બોલાવી અને મહિલાને સજા આપવાનું નક્કી કર્યું. મહિલા ખાપ પંચાયતના આ બર્બરતાપર્ણ નિર્ણયની શીકાર બની.
ઘટનાની જાણકારી મુજબ મહિલાના સંબંધો અંગે પતિને જાણ થતાં તે ગત ગુરુવારે તેના ઘરે આવ્યો, શુક્રવારે ગામમાં ખાપ પંચાયત યોજાઈ. મહિલાએ તેના પ્રેમીના ઘરે જવા જિદ્દ કરી. રવિવારે તેના માતા-પિતાની હાજરીમાં તેના ઘરની બહાર પંચાયત બોલાવવામાં આવી હતી, જેમાં મહિલા અને તેના પ્રેમીને પણ બોલાવવામાં આવ્યા હતા. પંચાયત દરમિયાન ગામના માન-સન્માન અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે મહિલાએ ઊંચા અવાજમાં બોલવાનું શરૂ કર્યું હતું. આનાથી પંચાયતના સભ્યોએ નારાજ થઈ બંનેને સજાનો આદેશ આપ્યો.
લોકોએ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી. જ્યારે તેના પ્રેમીએ તેનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેને માર મારવામાં આવ્યો, પરંતુ તે નાસી છૂટવામાં સફળ રહ્યો. ત્યાર બાદ રોષે ભરાયેલા લોકોએ મહિલા પર ગુસ્સો ઉતાર્યો, મહિલાને માર મારી ચહેરા પર કાળો રંગ લગાવી દેવામાં આવ્યો.
ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને પોલીસ સ્ટેશન લઇ ગઈ, લોકોની પોલીસ સાથે બોલાચાલી કરી. થોડા સમય બાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ આઠ મહિલા અને સાત પુરૂષોની ધરપકડ કરવામાં આવી છે.