Gujarat માં 169 તાલુકામાં મેઘમહેર, આજે 20 જિલ્લામાં વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) બે દિવસથી હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ સહિત 20 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગત 24 કલાકમાં રાજ્યના 169 તાલુકામા હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં પાટણમાં 5 ઇંચ, સરસ્વતીમાં સવા ચાર ઇંચ, અબડાસા અને વિસનગરમાં 4-4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
Also Read –