ઈન્ટરવલ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલfunworld1822@gmail.comળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
A B
COURSE આરામદાયક
COARSE ઘોડિયું
COT ખરબચડું
COOT અભ્યાસક્રમ
COZY બતક

ઓળખાણ રાખો
વિમ્બલ્ડનમાં રમાતી લોન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓનું સિંગલ્સ ટાઈટલ ૯ વખત મેળવનારી ખેલાડીની ઓળખાણ પડી?
અ) બિલી જિન કિંગ બ) માર્ટિના નવરાતિલોવા ક) સ્ટેફી ગ્રાફ ડ) ક્રિસ એવર્ટ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
કુદરતી આપત્તિ આવવાની જાણ સૌથી પહેલા મૂંગા પશુ – પંખીઓને થતી હોય છે. આપત્તિ શબ્દનો અર્થ જણાવો.
અ) અનુમાન બ) આગમન ક) આપદા ડ) આચરણ

માતૃભાષાની મહેક
કિલ્લો એટલે શત્રુથી ઝટ ભાંગી કે તૂટી શકે નહીં એવું બાંધકામ. કોટ, ગઢ કે દુર્ગ તરીકે પણ ઓળખાય છે. ચાર પ્રકારના કિલ્લાનું વર્ણન જોવા મળે છે: ભૂમિદુર્ગ, જળદુર્ગ, ગિરિદુર્ગ અને ગાહ્યરદુર્ગ. તેમાં ગિરિદુર્ગ જે પર્વતના મસ્તક ઉપર હોય તે સર્વ કિલ્લાઓમાં શ્રેષ્ઠ છે, કેમકે તેવા દુર્ગમાં શત્રુ સહેલાઈથી પ્રવેશ નથી કરી શકતો.

ગુજરાત મોરી મોરી રે
આગમન સાથે જ વ્યક્તિને પારખી શકાય છે એ ભાવાર્થની કહેવતના શબ્દો આડા અવળા થઇ ગયા છે જે યોગ્ય રીતે ગોઠવી કહેવત જણાવો.
લક્ષણ ને લક્ષણ બારણામાંથી વહુનાં પારણામાંથી પુત્રનાં

ઈર્શાદ
પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ હૃદય વચ્ચે કટારી જોઈએ.
— મુકેશ જોશી

માઈન્ડ ગેમ
ઓડિશાના પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યમાં પારંગત નૃત્યાંગનાનું નામ જણાવો જેણે યુવાનીમાં ઘરેથી ભાગી ક્રિકેટર સાથે લગ્ન કર્યાં હતાં.ગાંગુલી
અ) કલ્પના દત્તા બ) સુહાસિની ગાંગુલી ક) પ્રીતિલતા વાડેકર ડ) ડોના

ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
A B
BIN ટોપલી
BIND બાંધવું
BINE ડાળખું
BINGE ઉજવણી
BINGO રમત

ગુજરાત મોરી મોરી રે
તડકે તડકે મેહ વરસે ને ઉંદરડી ઉચાળા ભરે

ઓળખાણ પડી?
કેનેડા

માઈન્ડ ગેમ
૮૬૪૨

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
વખાણ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) ભારતી પ્રકાશ કટકિયા (૫) મુલરાજ કપૂર (૬) નીતા દેસાઈ (૭) જયશ્રી બુચ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) પુષ્પા પટેલ (૧૩) લજિતા ખોન (૧૪) શ્રદ્ધા આશર (૧૫) નિખિલ બંગાળી (૧૬) અમીશી બંગાળી (૧૭) વિભા મહેશ્ર્વરી (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પ્રવીણ વોરા (૨૦) મીનળ કાપડિયા (૨૧) મહેશ દોશી (૨૨) જ્યોતિ ખાંડવાલા (૨૩) મનીષા શેઠ (૨૪) ફાલ્ગુની શેઠ (૨૫) નંદકિશોર સંજાણવાળા (૨૬) સુરેખા દેસાઈ (૨૭) ભાવના કર્વે (૨૮) અશોક સંઘવી (૨૯) વિણા સંપટ (૩૧) મહેન્દ્ર લોઢાવિયા (૩૨) રજનીકાંત પટવા (૩૩) દેવેન્દ્ર સંપટ (૩૪) સુનીતા પટવા (૩૫) કલ્પના આશર (૩૬) જગદીશ ઠક્કર (૩૭) અલકા વાણી (૩૮) દિલીપ પરીખ (૩૯) પ્રતિમા પમાણી (૪૦) પુષ્પા ખોના (૪૧) મહેશ સંઘવી (૪૨) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૩) જયવંત પદમશી ચિખલ (૪૪) નિતીન બજરિયા (૪૫) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી (૪૭) અરવિંદ કામદાર (૪૮) જ્યોત્સના ગાંધી (૪૯) રમેશ દલાલ (૫૦) ઈનાક્ષી દલાલ (૫૧) હિના દલાલ (૫૨) ધીરેન ઉદેશી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button