કેરોલિના રીપર પ્રકરણ ૧૬
તમે આઇટીવાળા ઓછાને જાસૂસ વધુ લાગો છો
પ્રફુલ શાહ
આસિફ પટેલે દોડીને બાથરૂમમાં જોયું. અંદર એક જ હિલચાલ દેખાઇ. એ પણ કદાચ આખરી હતી
અંધેરીના વર્સોવા રોડ પર આવેલા કૉફી શૉપમાં વિકાસ ક્યારનો બેઠો હતો. હવે ઇંતેઝારનો ખૂબ કંટાળો આવતો હતો. ક્યારેક પ્રતીક્ષા મધમીઠી લાગતી હતી પણ એ વિચારને તગેડી મૂકવા માટે તેણે છેલ્લો ઘૂંટડો ભરીને પહેલી બ્લેક કૉફી પૂરી કરી નાખી. લગભગ ૨૫ મિનિટ પછી કિરણ કૉફી શૉપમાં પ્રવેશી, એટલે વિકાસે હાથ ઊંચો કર્યો. વિકાસે કિરણના ફોટાનો ખૂબ અભ્યાસ કર્યો હતો. એટલે ઓળખી શક્યો. બાકી કિરણે માથે સ્કાર્ફ અને આંખ ઉપર ગ્લેર્સ પહેરીને ન ઓળખાય એ માટેની પૂરેપૂરી તકેદારી રાખી હતી.
કંઇક અસ્વસ્થ અવસ્થામાં કિરણ સામેની ખુરશી પર બેઠી. વિકાસ સહેજ હસવાનો પ્રયાસ કર્યો સાથે કોઇ પ્રતિસાદ ન મળ્યો.
નસ્ત્રજુઓ મિસિસ મહાજન, આપને લૂંટી લેવા કે હેરાન કરવા માટે મેં બોલાવ્યા નથી. આપ થોડા સ્વસ્થ રહેશો તો કોઇને શંકા નહીં જાય. અચ્છા બોલો કે આપ શું લેશો?થથ
કિરણ કંઇ ન બોલી. વિકાસે વેઇટરને બોલાવીને એક નોર્મલ કૉફી, એક બ્લેક કૉફી અને પેસ્ટ્રીઝનો ઑર્ડર આપી દીધો.
નસ્ત્રપૂછ્યાગાછ્યા વગર, મારી ઇચ્છા જાણ્યા વગર આપે મારાવતી ઓર્ડર આપી દીધો. કમાલ છો તમે તો…થથ
નસ્ત્રકમાલ નહિ, વિકાસ છું હું વ્યવસાયે આઇટી પ્રોફેશનલ, આપના વિશે ઘણું જાણું છું. આકાશ મહાજન, એન.જી.ઓ., વિશ્ર્વાસ, મહાજન, મસાલા, મોડેલિંગ, હિસ્ટરી અને આર્કિયોલોજીસ.થથ
નસ્ત્રમાય ગૉડ તમે આઇટીવાળા ઓછાને જાસૂસ વધુ લાગો છો.થથ
વિકાસને ગમ્યું કે કિરણ ધીરેધીરે નોર્મલ થઇ રહી હતી, પરંતુ કિરણના ચહેરા પરની રેખાઓ તરત ફરી અગાઉ જેવી આકરી થઇ ગઇ.
નસ્ત્રહવે મૂળ મુદ્દા પર આવશો મિસ્ટર વિકાસ?થથ
નસ્ત્રમૂળ મુદ્દો છે આપના હસબંડ આકાશ મહાજન વિશે. એ ક્યા દિવસે મુંબઇથી ગયા, ક્યાં ગયા, કોની સાથે ગયા એ બધી મને ખબર છે.થથ
નસ્ત્રઆપ ખરેખર આઇટી પ્રોફેશનલ છો.? મને શંકા છે. જો આપ કોઇ પણ રીતે મને છેતરવા કે કંઇ પડાવવાની ઇચ્છા રાખતા હોતો આપ ક્યારેય સફળ થવાના નથી.થથ
કંઇ બોલ્યા વગર વિકાસે પર્સમાંથી પોતાની ઑફિસનું આઇડી કાઢીને કિરણ સામે ધરી દીધું. નસ્ત્રમિસિસ મહાજન, ઘણી વખત સંજોગો આપણે ન ઇચ્છતા હોઇએ એવા કામ આપણી પાસે કરાવે છે. જેમકે કદાચ તમે મોડેલિંગ કર્યું. એમ આઇ રાઇટ?થથ
આઇડી કાર્ડ પર અછડતી નજર નાખીને કિરણે વિકાસ તરફ પાછું ધકેલી દીધું. નસ્ત્રઆપ મારી માનસિક સ્થિતિ નહિ સમજી શકો છતાં આકાશની વાત છે એટલે હું આવી છું અને બેઠી છું. અહીં તમારી વાત મેં સાંભળી લીધી. હવે એ કહો કે આકાશ મુંબઇથી ક્યાં ગયો?થથ
નસ્ત્રમુરુડ.થથ
નસ્ત્રઅચ્છા! કોની સાથે?થથ
નસ્ત્રએક યુવતી સાથેથથ
નસ્ત્રવ્હૉટ? હું તમારા કોઇ બ્લેકમેઇલિંગને વશ થવાની નથી. હવે મારો સંપર્ક કરશો તો વાત પોલીસ સુધી પહોંચી જશે.થથ કિરણ ઊંચી થઇને ઉતાવળે પગલે જતી રહી. વૅઇટરે બે કૉફી અને પેસ્ટ્રીઝ મૂકી દીધી. કિરણને જતી જોઇને તેણે વિકાસ તરફ જોયું. એ વખતે વિકાસ પેસ્ટ્રીનો ટુકડો મોઢામાં મૂકીને નોર્મલ કૉફીનો કપ ઉપાડયો. એ બડબડયો, નસ્ત્રવિકાસ, તારે સ્ત્રીઓને જતી જ જોવાની છે હો.થથ
૦ ૦ ૦
આસિફ પટેલની વાત સાંભળીને રિએપ્શન પરથી બાદશાહના રૂમનો નંબર ડાયલ કરાયો. બેલ વાગતી રહી. આ ઢીલથી આસિફ એકદમ ઉશ્કેરાયો.
નસ્ત્રએ બધુ હું કરી ચૂક્યો છું. તમે રૂમ ખોલાવો ફટાફટ.થથ
ખુદ મેનેજર એક વેઇટર સાથે ડુપ્લિકેટ ચાવી લઇને ચાલવા માંડ્યો. પાછળ પાછળ ચિંતાતુર આસિફ પટેલ. મેનેજર બાદશાહના રૂમની બહારથી ડૉરબેલ વગાડી.
આસિફ પટેલ ગુસ્સામાં ચિલ્લાયો, નસ્ત્રડૉન્ટ વેસ્ટ ટાઇમ. એક એક પળ કિંમતી છે.થથ
આસિફના મગજમાં જાતજાતના બિહામણાં દ્દશ્યો સામે આવવા માંડ્યાં. મેનેજરે વેઇટરને ચાવી આપી. દરવાજો ખોલતા પહેલા વેઇટર ધીરેથી મેનેજરેને કહ્યું, નસ્ત્રસર, પહેલા પોલીસને જાણ કરવી છે?થથ
ગળું ફાટી જાય એવા અવાજે આસિફ બરાડ્યો. નસ્ત્રઓપન ધ ડૉર.થથ
ડઘાઇ ગયેલા વેઇટરે તરત ચાવી ફેરવીને દરવાજો ખોલ્યો. મેનેજરે અંદર ડોકિયું કર્યું. આસિફનું દિલ એક ધબકારો ચૂકી ગયું. મહાપરાણે તેણે રૂમમાં પગ મૂક્યો. રૂમમાં બેડ વ્યવસ્થિત હતો. ચાદર પર એક સળ પડી નહોતી. આસિફે પંખા સામે જોયું. એ એકદમ સ્થિર હતો મેનેજર એસી નજીક જઇને બોલ્યો, નસ્ત્રક્યારનું ચાલુ થયું હોય એમ લાગતું નથી.થથ
વેઇટર ધીમેથી બોલ્યો. નસ્ત્રસર, બાથરૂમમાં જોઇ લઇએ?થથ
મેનેજર જવાબ આપે એ અગાઉ આસિફ ઉતાવળે પગલે ચાલીને બાથરૂમનો દરવાજો ધકેલ્યો. એ ખુલ્યો નહીં. તેણે મેનેજર સામે જોયું ને મેનેજરે વેઇટર સામે મેનેજરે આસિફ પટેલને સધિયારો આપ્યો. નસ્ત્રક્યારેક વરસાદના ભેજમાં લાકડાના દરવાજા થોડા ફુલી જાય છે. સર, યુ ડૉન્ટ વરીથથ
ખરેખર એવુંજ હતું. વેઇટરે થોડું જોર કરતા દરવાજો ખુલી ગયો. આસિફ દોડીને અંદર જોયું એક જ હિલચાલ દેખાઇ, એ પણ બાથરૂમમાં કદાચ આખરી હતી. એક વાંદો ખૂણામાં તરફડતો હતો.
આસિફ તરત પાછો વળ્યો. તેણે મેનેજર સામે જોયું. નસ્ત્રસર, આપણે તપાસ કરીએ. મળી જશે સર.થથ મેનેજરે નીચે જઇને વૉચમેનને બોલાવ્યો. નસ્ત્રકોઇ રૂમ નં. ૭૭ના ગેસ્ટને મળવા આવ્યું હતું?થથ
નસ્ત્રનો, સરથથ
નસ્ત્રઆપણા ગેસ્ટ સિવાય બહારનું કોઇ આવ્યું હતું?થથ
નસ્ત્રનો, કોઇને જોયા નથી.થથ
મેનેજર વિચારમાં પડી ગયો. આસિફે તરત મોબાઇલ ફોન બહાર કાઢીને એમાંથી બાદશાહનો ફોટો બતાવ્યો. નસ્ત્રઆમને જોયા આજે?થથ
વૉચમેનને ધ્યાનથી ફોટો જોયા પછી બોલ્યો, નસ્ત્રઆ સાહેબ તો કલાક પહેલા બહાર નીકળ્યા. મેં ગુડ મોર્નિંગ કીધું પણ જવાબ ન આપ્યો. ખૂબ ઉતાવળમાં લાગતા હતા.થથ
૦ ૦ ૦
સરપંચ પાટિલની રાહ આખું ગામ જોતું હતું. કેટલાંક ગણગણાટ કરતા હતા કે આવી મિટિંગ સવારે થોડી બોલાવાય? કેટકેટલા કામ ખોટી થાય? આપણે બધા સમયસર ટીંગાઇ રહ્યાં છીએ ને હજી સરપંચના દર્શન દુર્લભ છે.
એ જ ક્ષણે એકદમ ગંભીર ચહેરા સાથે પાટિલની પધરામણી થઇ. ખુરશી પર બેસવાને બદલે તેમણે ગ્રામજનોને સંબોધન શરૂ કર્યું નસ્ત્રમને ખબર હતી કે તમે બધા રાહ જોતા હતા પણ પોલીસ છોડે ત્યારે અવાયને?થથ
સિનિયર પંચાયત સભ્યે સવાલ કર્યો. નસ્ત્રકેમ પોલીસે વળી તમને કાં બોલાવ્યા?થથ
નસ્ત્રગામમાં બાઇની લાશ મળી એની પૂછપરછ માટે વહેલી સવારનો ગયો હતો તે માંડ નીકળ્યો. બધા ધ્યાનથી સાંભળો. એ લાશ વિશેની ચર્ચા કરવા માટે જ આ અર્જન્ટ મિટિંગ બોલાવી છે. લાશ આપણા ગામમાં મળી એના બે અર્થ થાય. ગામના કોઇએ ખૂન કર્યું હોય કાં કોઇ લાશ આપણા ગામમાં ફેંકી ગયું હોય. આજે મારે એ પૂછવાનું છે કે લાશ મળી એની આગલી રાતે કોઇએ કંઇ શંકાસ્પદ હિલચાલ કે અજાણ્યા માણસોને ગામમાં જોયા હતા ખરા?થથ
બધાએ ડોકા હલાવીને ના પડી. સરપંચ વિચારમાં પડી ગયા. નસ્ત્રઅચ્છા, એ દિવસથી કે આગલા દિવસથી ગામમાંથી કોઇ ગાયબ છે.?થથ
કરિયાણાવાળાએ જવાબ આપ્યો, નસ્ત્રમારે દૂધવાળાના નોકર પવલા પાસેથી આઠ રૂપિયા લેવાના છે પણ એ ફરક્યો નથી શોધ્યો દેખાતો નથી.થથ
દૂધવાળાએ ઊભા થઇને જવાબ આપ્યો, નપવલાએ તો આગલી રાતે જ મને કીધું હતું કે એ વહેલી સવારની બસમાં એના ગામ જવાનો છે એટલે ક્યાંથી દેખાય?થથ
તરત સરપંચે સવાલ કર્યો. નપવલાનો ગામ પહોંચી ગયાનો ફોન આવ્યો?થ
દૂધવાળો હસી પડ્યો, નસ્ત્રએવું એ ક્યારેય કરતો નથી. નાનો કિક્લો નથી, ઓગણીસમું બેઠું ગયા મહિને પહોંચી જ ગયો હોય ને?થથ
સરપંચે આગ્રહ કર્યો કે એક વખત એને ફોન કરી જુઓ દૂધવાળાએ ફોન કર્યો પણ મોબાઇલ ફોન બંધ આવ્યો. એને નવાઇ લાગી. નસ્ત્રએના મોટાભાઇને ફોન કરી જોવા દે.થથ
દૂધવાળાએ નંબર જોડ્યો. સામેથી મોટાભાઇએ રામરામ કર્યા. એટલે દૂધવાળાને નિરાંત થઇ નસ્ત્રજરા પવલાને ફોન આપો તો?થથ
નસ્ત્રપવલાને? એ કંઇ રીત બને?થથ
નસ્ત્રકેમ? એ તો તમારી પાસે આવવાનું કહીને નીકળી ગયો છે?થથ
નસ્ત્રહેં? મને ય ગામ આવવાનું કહેતો હતો પણ આવ્યો નહિ. મને એમ કે ત્યાં અચાનક કામ આવી ગયું હશે.થથ
નસ્ત્રઅરે પણ અહીંથી તો નીકળી ગયો છે. ચાર-પાંચ દિવસ પહેલા…થથ
નસ્ત્રપણ અહીં તો આવ્યો જ નથી એનું શું?થથ
દૂધવાળાને આંચકો લાગ્યો તેણે સરપંચ સામે જોયું. એ બધુ સમજી ગયા. નસ્ત્રહમમ… બધા મળ્યાં તો આ મુદ્દો બહાર આવ્યો. આ પવલો તોફાની કે ભાંગફોડિયો ખરો?થથ
દૂધવાળાએ ડોકું હલાવીને નનૈયો ભણ્યો સરપંચે ગંભીરતાથી બોલ્યા, તો પવલો મુશ્કેલીમાં મુકાઇ ગયો હોઇ શકે, ખૂન કરીને કાં ખૂનીને જોઇ જઇને. મારેપાછું પોલીસ પાસે દોડવું પડશે!થ
અભણ, ગરીબ લાચાર પવલો હતો ક્યાં? એને કંઇ થઇ ગયું હતું કે પછી…. (ક્રમશ)