આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

Happy Journey ક્યાં? હાવરા-મુંબઈ એક્સપ્રેસના ડિરેલમેન્ટનું કારણ જાણી લો?

પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ, 13 દિવસમાં આઠ મોટા અકસ્માત

જમશેદપુરઃ ઝારખંડમાં ચક્રધરપુર નજીક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો. વહેલી સવારે પોણા ચાર વાગ્યાના સુમારે હાવડા-મુંબઈ મેલ ટ્રેન (12810) પરથી ઉતરી ગઈ, જેમાં અઢાર કોચનો સમાવેશ થાય છે. પ્રાથમિક અહેવાલ અનુસાર આ દુર્ઘટનામાં અનેક લોકોને ઈજા પહોંચવાની સાથે બે જણનાં મોત થયા હતા. જાહેર પરિવહન ક્ષેત્રે ભારતીય રેલવેને લાઈફલાઈન કહેવાય છે, પરંતુ વધી રહેલા અકસ્માતોએ રેલવે જ નહીં, કેન્દ્ર સરકારની ઊંઘ હરામ કરી છે.

લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ અને મહાનગરોમાં સબર્બન ટ્રેન દોડાવવામાં આવી રહી છે, પરંતુ છેલ્લા 13 દિવસમાં દેશમાં આઠ ભીષણ અકસ્માતો થયા છે. ટ્રેનની ટિકિટ પર પણ હેપ્પી જર્ની લખવામાં આવે છે, પરંતુ વધતા અકસ્માતોને કારણે હવે પ્રવાસીઓ ડરી રહ્યા છે. મંગળવારના અકસ્માત અંગે રેલવે સેફ્ટી કમિશનરની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે, પરંતુ પ્રાથમિક અહેવાલ અનુસાર એક તારણ કાઢવામાં આવ્યું છે. બે દિવસ પહેલા આ જ રુટ પર એક ગૂડ્સ ટ્રેન ડિરેલ થઈ હતી. એની બાજુના ટ્રેક પર તેના વેગન રાખવામાં આવ્યા હતા તથા એના પર તાડપત્રી રાખવામાં આવી હતી, જે સામેથી આવી રહેલી ટ્રેનના એન્જિન પર ઉડી હતી. એ જ વખતે ટ્રેનચાલકને કંઈ દેખાયું નહોતું, પરિણામે ડ્રાઈવરે ઈમર્જન્સી બ્રેક લગાવી હતી.

બ્રેકને કારણે અઢાર કોચ ડિરેલ
આ ઈમર્જન્સી બ્રેકને કારણે 18 કોચ ડિરેલ થયા હતા. ટ્રેનની સ્પીડ એટલી બધી હતી કે અમુક કોચ ઊંધા વળી ગયા હતા. એટલું જ નહીં, અમુક કોચ ટકારાયા પછી બાજુના નાળામાં કોચ પડ્યા હતા. આ દુર્ઘટનાને કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે. આમ છતાં સત્તાવાર રીતે આ ઘટના અંગે કોઈ મહત્ત્વના ઈન્પુટ મળ્યા નથી. આમ છતાં રેલવે સેફ્ટી કમિશનરની આગેવાની હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ‘લાડકી’ બહેનો બનશે ‘અન્નપૂર્ણા’: લાભાર્થીઓને વર્ષમાં ત્રણ ગેસ મફત આપવાની જાહેરાત

અકસ્માત વખતે અફરાતફરીનો માહોલ
આ અકસ્માતના વખતે મોટા ભાગના પ્રવાસીઓ ઊંઘમાં હતા અને અકસ્માત પછી એક પછી એક કોચ રેલવેના પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે દોડાદોડી કરી મૂકી હતી. અનેક પ્રવાસીઓનો સામાન પણ ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માત પછી રેલવે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સમગ્ર કોરિડોરમાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. અનેક ટ્રેનોને રદ કરવાની સાથે અનેક ટ્રેનોને ડાઈવર્ઝન આપતા સમગ્ર કોરિડરોમાં ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે યાતનાસભર રહ્યું હતું.

સુરક્ષાની અવગણના કે બીજું કંઈ?
દેશમાં અલગ અલગ રાજ્યમાં થઈ રહેલા રેલવે અકસ્માતો મુદ્દે રેલવેની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે ગંભીર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દે વિપક્ષના ટીએમસી અને આરજેડીના નેતાઓએ સરકારની ટીકા કરી હતી. તૃણમુલ કોંગ્રેસનાં વડા અને ભૂતપૂર્વ રેલવે પ્રધાન મમતા બેનરજી અને ભૂતપૂર્વ રેલ પ્રધાન રહેલા લાલુ પ્રસાદ યાદવે ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે 13 દિવસમાં સાત રેલવે અકસ્માતો થયા, પરંતુ સરકાર સુરક્ષાના મૂળભૂત પગલા ભરતી નથી.

13 દિવસમાં આઠ ગંભીર અકસ્માત
દેશમાં નિરંતર અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં 18મી જુલાઈના ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા હતા. 19 જુલાઈના ગુજરાતના વલસાડમાં ગૂડ્સ ટ્રેનના વેગન ખડી પડ્યા હતા. 20 જુલાઈના યુપીના અમરોહામાં ગૂડ્સ ટ્રેનના 12 વેગન ખડી પડ્યા હતા. 21 જુલાઈના રાજસ્થાનના અલવર અને પશ્ચિમ બંગાળના રાનાઘાટમાં અને 26 જુલાઈના ભુવનેશ્વરમાં ગૂડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી હતી, ત્યારબાદ 29 જુલાઈના સમસ્તીપુરમાં સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસના કોચ અલગ પડી ગયા હતા.

કેટલા રુટ પર છે કવચ સિસ્ટમ
રેલવે અકસ્માતોને રોકવા માટે કવચ સિસ્ટમ સુરક્ષાની રીતે ફુલપ્રૂફ છે, પરંતુ બે ટકા રેલવે રુટમાં કવચ સિસ્ટમ ઈન્સ્ટોલ કરી છે. સરાકરે દાવો કર્યો છે સુરક્ષા પ્રણાલી પર ધ્યાન આપવામાં આવે છે, પરંતુ અકસ્માત વખતે દાવા પોકળ સાબિત થયા છે. 2024-25માં કવચ સિસ્ટમ માટે 1,112 કરોડ રુપિયાની ફાળવણી થઈ હતી. આમ છતાં કવચ સિસ્ટમને ઈન્સ્ટોલ કરવા માટે ઓછામાં ઓછા 45,000 કરોડ રુપિયાની આવશ્યક્તા છે, પરંતુ એની સામે સરકારની ફાળવણી ઓછી છે, એવો દાવો કરવામાં આવ્યો હતો.

ખાલી પડેલી જગ્યાની ભરતી જરુરી
ભારતીય રેલવે એક મોટું સેક્ટર છે, જેમાં સુરક્ષા સંબંધિત વિવિધ હોદ્દા-પદ માટેની જગ્યાઓ ખાલી પડેલી છે, જે તાકીદે ભરવાની જરુરિયાત છે. એક આરટીઆઈના અહેવાલ અનુસાર સુરક્ષા માટે જવાબદાર એવા 1.5 લાખ પદો ખાલી છે, જેમાં ટ્રેક મેઈન્ટેનર, પોઈન્ટસમેન, ઈલેક્ટ્રિક સિગ્નલ મેન્ટેનર અને સિગ્નલ સુપરવાઈઝર સહિત અન્યનો સમાવેશ થાય છે. વાસ્તવમાં ટિકિટનું ભાડું સસ્તું અને વધી રહેલા ખર્ચાઓ માટે સુવિધા અને સુરક્ષા માટે સરકાર સમજૂતી કરી રહી હોવાનો રેલવે પ્રવાસી સંગઠને દાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?