આપણું ગુજરાતજૂનાગઢ

જુનાગઢની થશે કાયાપલટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ

જુનાગઢ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ. 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમથી આપી હતી. જૂનાગઢમાં હાથ ધરાયેલા ₹ 397 કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સહિત અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરના 384 કરોડના 81 પ્રજાલક્ષી કામોનુ ખાતમુહૂર્ત અને રૂ. 12.86 કરોડના ખર્ચે નવ નિર્મિત 10 કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમથી જૂનાગઢવાસીઓને રૂ. 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તાજેતરમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના માળખાકીય વિકાસના કામો માટે રૂ. 2111 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. 34.40 કરોડ ફાળવ્યા છે. ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરને ઘણું નુકસાન થયું હતું પરંતુ આ વર્ષે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રસંશા કરી હતી.

આ પણ વાંચો : Gujarat માં વહેલી સવારથી 63 તાલુકામાં વરસાદ, જૂનાગઢના વંથલીમાં 5.24 ઈંચ વરસાદ

કૃષિ રાજ્ય મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યુ કે, જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, જી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રૂ. 397.78 કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે. શહેરમાં નરસિંહ મહેતા સરોવર અને વિલિગ્ડન ડેમના વિકાસ માટેના વિકાસકાર્યો તેમજ શહેરને ૨૫ ઇ-બસ ફાળવવામાં આવશે.

જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય, હેરિટેજ બિલ્ડીંગ નરસિંહ મહેતા વિદ્યામંદિરના નવીનીકરણ, મનપા વિસ્તારમાં જીઆઈએસ બેસ મેપિંગ, સોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ, ઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સહિતના વિકાસ કાર્યોના થયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?