ટોપ ન્યૂઝનેશનલપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ પાસે આશા, આજે આયર્લેન્ડ સામે મહત્વની મેચ

પેરિસ ઓલિમ્પિક 2024(Paris Olympic 2024)નો ચોથો દિવસ ભારત માટે ઘણો મહત્વનો રહેવાનો છે. મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ શૂટિંગમાં ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો છે, ત્યારે પુરુષ હોકી ટીમ (Indian male hockey team) પાસે પણ દેશને ઘણી આશા છે. ભારતીય પુરુષ હોકી ટીમની ત્રીજી પૂલ મેચ આજે આયર્લેન્ડ સામે રમાશે. ભારત તેમના પૂલમાં હાલમાં બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા પાછળ ત્રીજા ક્રમે છે. આવી સ્થિતિમાં ટોપ-2માં પ્રવેશવા આ મેચ જીતવી જરૂરી છે. ન્યૂઝીલેન્ડ સામે 3-2થી જીત મેળવીને પોતાના અભિયાનની શરૂઆત કરનાર ભારતીય ટીમે તેની બીજી મેચમાં આર્જેન્ટિનાને 1-1થી ડ્રો કરી હતી.

આયર્લેન્ડ પુરુષ હોકી ટીમ માટે પેરિસ ઓલિમ્પિક અત્યાર સુધી ખાસ રહ્યું નથી. આઇરિશ ટીમ શરૂઆતની બંને મેચો હારી ગઈ હતી, પરંતુ સોમવારે 1-2ની નજીકની હારમાં ઓસ્ટ્રેલિયાને મજબુત ટક્કર આપી હતી. અગાઉ બેલ્જિયમ સામે આયર્લેન્ડને 0-2ના માર્જીનથી હાર મળી હતી. ભારત પાસે બીજી જીતની મોટી તક છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 6 મેચ જીતી છે અને 1 મેચ આયર્લેન્ડના નામે રહી છે. જ્યારે 1 મેચ ડ્રો રહી છે.

આ પણ વાંચો : Paris Olympics-IND VS ARGENTINA: છેલ્લી મિનિટમાં હરમનપ્રીત સિંહે કર્યો ચમત્કાર અને મેચ ડ્રોમાં પરિણમી

જો છેલ્લી 5 મેચોની વાત કરીએ તો તેમાં પણ ભારત મજબુત સ્થિતિમાં દેખાઈ રહી છે. ભારતીય ટીમે 4 વખત આયર્લેન્ડને હરાવ્યું છે અને માત્ર 1 વખત હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, ઓલિમ્પિકમાં બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હશે જે અગાઉ રમાયેલી મેચમાં ભારતીય હોકી ટીમે જીત મેળવી હતી.

બંને ટીમો વચ્ચેની આ મેચ સાંજે 4.45 કલાકે શરૂ થશે. ભારતીય હોકી ટીમ ઓલિમ્પિકના ઈતિહાસમાં સૌથી સફળ ટીમ છે. ભારતીય હોકી ટીમે અત્યાર સુધીમાં કુલ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button