નેશનલ

ઇન્ફ્રા. ડેવલપમેન્ટના નામે જંગલોનો નાશ જ વાયનાડમાં ભૂસ્ખલનનું કારણ બન્યો

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થયું છે અને માટી નીચેથી ડઝનબંધ મૃતદેહો મળી આવ્યા છે અને હજી પણ ઘણા દટાયા હોવાની આશંકા છે. અનેક ગામ ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે. ભૂસ્ખલનનો સામનો કરનાર વાયનાડ કેરળનો એકમાત્ર જીલ્લો નથી. એના જેવા ઘણા જિલ્લાઓ ઘણા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જોકે, કેરળમાં વાયનાડ એકમાત્ર ઉચ્ચપ્રદેશ છે. (એટલે કે માટી પથ્થરો તેના પર ઉગેલા વૃક્ષોનું ઊંચો અને ટેકરા વાળો વિસ્તાર)

જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કેરળનો લગભગ 43% વિસ્તાર ભૂસ્ખલનનો શિકાર છે. ચોમાસામાં અહીં ભયંકર વરસાદ પડે છે અને વારંવાર પૂર પણ આવે છે. અગાઉ કેરળમાં આવી ઘટનાઓ ઓછી બનતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભૂસ્ખલન પુર વગેરે જેવી ઘટનાઓમાં વધારો થયો છે. 2019માં વાયનાડમાં કેટલાક વિસ્તારમાં 4000 મિલીમીટર વરસાદ થયો હતો જ્યારે એક દાયકાનો સરેરાશ વરસાદ માત્ર 2200 મિલિમીટર છે એટલે કે અહીં ભારે વરસાદનો પણ સતત ખતરો રહે છે.

આ પણ વાંચો : Kerala Landslides: વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, અનેક લોકો દટાયા હોવાની આશંકા , બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું

આપણને વિચાર આવે કે કેરળમાં આટલા બધા ભૂસ્ખલન થવાનું કારણ શું છે, તો અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કેરળ છેલ્લા 100થી વધુ વર્ષોથી ચાના વાવેતર માટે જાણીતું છે, પરંતુ અહીં જંગલોને આડેધડ કાપવામાં આવી રહ્યા છે અને વાતાવરણમાં ફેરફાર થવાને કારણે વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે જેના કારણે ઢાળવાળા વિસ્તારોમાં ભૂસ્ખલન વધી રહ્યું છે. ઉપરાંત કેરળના અનેક જિલ્લા પશ્ચિમ ઘાટના ઉચ્ચપ્રદેશના ઢોળાવ ઉપર આવેલા છે જ્યાં ખીણો અને ટેકરીઓ છે.

આવા વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનાઓ વધારે હોય છે. કેરળના વાયનાડની વાત કરીએ તો અહીંની માટી લેટેરાઇટ માટી છે, એટલે કે ખૂબ જ નબળી કક્ષાની છે અને વરસાદના સમયે તે પાણીનો બોજ સહી નથી શક્તિ અને તેનું ભૂસ્ખલન થઈ જાય છે. જમીનના ઉપયોગમાં બદલાવ થવાને કારણે કુદરતી આફતો આવે છે. ઇન્ફ્રા. ડેવલપમેન્ટના નામે આડેધડ બાંધકામને કારણે આવી આફતો વધતી જાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button