મનોરંજન

ત્રણ વાર લગ્ન કરીશ, હાર્દિક સાથે અફેરની ચર્ચા વચ્ચે આ શું બોલી ગઇ અનન્યા પાંડે

સેલિબ્રિટીઓની લાઇફસ્ટાઇલ પણ નિરાળી જ હોય છે. ઘડીકમાં કોઇ સાથે લવ અફેર થઇ જાય અને તેઓ લગ્ન કરી નાખે અને ઘડીકમાં એકબીજા સાથે નહીં ફાવ્યું તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આજકાલ ભારતીય ક્રિકેટ સ્ટાર હાર્દિક પંડ્યા અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના અફેરની ગરમાગરમ ચર્ચા થઇ રહી છે અને બંનેને જાણે કે મઝા પડી રહી છે. બંને લાઇમલાઇટ લૂંટી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ડિવોર્સની જાહેરાત કરી છે અને બોલિવૂડ બેબ અનન્યા પણ આદિત્ય રોય કપૂર સાથેના તૂટેલા દિલના ઘાવ પંપાળી રહી છે, એવામાં બંને ભગ્ન દિલોની જોડી જામી પણ જાય.

આ પણ વાંચો: Hardik Pandya-Ananya Pandayની લવસ્ટોરીનું The End? જાણો કોણે કર્યો આવો ખુલાસો…

અનન્યા પાંડે હંમેશા તેની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં રહેતી હોય છે. આદિત્ય રોય કપૂર પછી તેનુ નામ હાર્દિક પંડ્યા સાથે જોડાયું છે. અનંત અંબાણીના લગ્નમાં બંને મનભરીને નાચતા જોવા મળ્યા હતા. બંનેની કેમિસ્ટ્રી પણ સારી જામતી હતી. બસ ત્યારથી જ પાપારાઝીઓને મુદ્દો મળી ગયો અને હાર્દિક-અનન્યાના અફેરની વાતો ચગવા માંડી.

હાર્દિક સાથે અફેરની ચર્ચા વચ્ચે અનન્યાનો એક જૂની વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં તે પોતાના વેડિંગ પ્લાનસને લઇને વાતો કરતી જોવા મળે છે. અનન્યા તેની બેસ્ટ ફ્રેડ શનાયા કપૂર સાથે ટિપિકલ ગર્લ ટૉક કરતી હતી. શનાયા અનન્યાને કહે છે કે તારા લગ્ન પહેલા થશે, પછી સુહાના ખાનના અને પછી મારા લગ્ન થશે. ત્યારે અનન્યા કહે છે મને પ્રેમ કરવો ગમે છે અને હું પ્રેમમાં પડવાની રાહ જોઇ રહી છું. શનાયા કહે છે કે તેને ટ્રેડિશનલ વેડિંગ પસંદ છે. અનન્યા કહે છે કે તેને ત્રણ વાર મેરેજ કરવા છે. કદાચ તેનો મતલબ ત્રણ અલગ અલગ રીતે એટલે કે હિંદુ વિધિ મુજબ, ખ્રિસ્તી રીતિરિવાજ મુજબ અને કોર્ટ મેરેજ કરવાનો હશે.

આ પણ વાંચો: અનન્યા પાંડેને ઓનસ્ક્રીન આ સ્ટાર્સની કેમેસ્ટ્રી પસંદ પડી, જાણો કોણ છે?

અનન્યાનો આ વીડિયો ‘ફેબ્યુલસ લાઇવ્સ ઑફ બોલિવૂડ વાઇવ્સ’નો હતો. વર્ક ફ્ર્રન્ટની વાત કરીએ તો અનન્યા છેલ્લે ‘ખો ગયે હમ કહાં’મા જોવા મળી હતી. હવે તે ‘શંકરા’માં જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?