Aishwarya Rai-Bachchanને આંટી કહેવું ભારે પડ્યું આ એક્ટ્રેસને…
ફિલ્મ સાંવરિયાથી એક્ટિંગની દુનિયામાં પગ મૂકનાર બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor)એ પોતાના અત્યાર સુધીના ફિલ્મી કરિયરમાં અનેક નાની મોટી ફિલ્મો આપી છે જેમાંથી કેટલીક સુપરહિટ સાબિત થઈ છે તો કેટલીક સુપર ફ્લોપ. પરંતુ આપણે અહીં એના કરિયર વિશે નહીં પણ એક એવા વિવાદાસ્પદ નિવેદન વિશે વાત કરવાના છીએ કે જેને કારણે સોનમની મુશ્કેલીઓ વધી ગઈ હતી અને આ કિસ્સાનું ઐશ્વર્યા રાય (Aishwarya Rai-Bachchan) સાથે કનેક્શન છે. ચાલો જોઈએ શું છે આખો કિસ્સો-
વાત જાણે એમ છે એક વખત ઈન્ટરવ્યુમાં સોનમ કપૂરે ઐશ્વર્યાને આંટી કહીને સંબોધી હતી અને તેના આ સંબોધનને કારણે માત્ર ઐશ્વર્યા જ નહીં પણ તેના ફેન્સ પણ નારાજ થયા હતા. એટલું જ નહીં પણ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી હતી.
2009માં સોનમને એક ઈન્ટરનેશન મેકઅપ બ્રાન્ડની એમ્બેસેડર બનાવવામાં આવી હતી અને સોનમ પહેલાં ઐશ્વર્યા આ બ્રાન્ડની એમ્બેસેડર હતી. આ જ દરમિયાન જ્યારે ઐશ્વર્યાને રિપ્લેસ કરવા વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે સોનમ કપૂરે ઐશ્વર્યાને બીજી પેઢીની આંટી તરીકે સંબોધી હતી.
ઐશ્વર્યા માટે કરાયેલું આ નિવેદન સોનમ કપૂરને ખૂબ જ ભારે પડ્યું હતું અને તેને લાંબા સમય સુધી સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તેણે પોતાના કમેન્ટ પર ક્લેરિફિકેશન આપતાં કહ્યું હતું કે મારો કહેવાનો એ મતલબ નહોતો. તેમણે મારા પપ્પા સાથે કામ કર્યું છે એટલે મેં એમને આંટી કહીને સંબોધી હતી. જોકે, ફેન્સને આ ક્લેરિફિકેશન ખાસ કંઈ રાસ નહોતું આવ્યું.
ઐશ્વર્યાએ પણ સોનમના આ નિવેદમ પર નારાજગી વ્યક્ત કરી હતી. એક્ટ્રેસે 2011માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂર સાથે સ્ટેજ શેર કરવાનો ઐશ્વર્યાએ ઈનકાર કર્યો હતો. જોકે. હવે ઐશ-સોનમ વચ્ચેની નારાજગી દૂર થઈ ગઈ છે અને ઐશ્વર્યાએ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નમાં પણ હાજરી આપી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનમ છેલ્લે ફિલ્મ બ્લાઈન્ડમાં જોવા મળી હતી. 2023માં આવેલી ફિલ્મમાં સોનમ કપૂરે અંધ છોકરીની ભૂમિકા ભજવી હતી.