આપણું ગુજરાતકચ્છ

મેઘરાજા કચ્છ અને ઉત્તર ગુજરાતના મહેમાનઃ જાણો મોન્સુન અપડેટ

અમદાવાદઃ ગુજરાતમામ આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજ્યમાં વહેલી સવારથી ઉત્તર-મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 95 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસી ગયો છે. જેમાં સરસ્વતીમાં 3.7 ઇંચ, પાટણમાં ત્રણ ઇંચ, લાખણીમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં વરસાદના કારણે 135 રસ્તાઓ બંધ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના કારણે ક્યાંક પાણી ભરાયા છે. રાજ્યમાં વરસાદના કારણે 135 રસ્તાઓ બંધ થયા છે. જેમાં ભારે વરસાદના કારણે નવ સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ 121 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ હાલતમાં છે. રાજ્યના અન્ય પાંચ રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. તેમજ સૌથી વધુ પોરબંદરમાં 48 રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં 13 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

આજે રાજ્યમાં 15 તાલુકામાં એકથી ત્રણ ઇંચ વરસાદ

આજે સવારે છથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 15 તાલુકામાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં સરસ્વતીમાં 3.6 ઇંચ, પાટણમાં 3, લાખણીમાં 2.2, ખંભાળિયામાં બે, સાતંલપુરમાં 1.6, ખેડામાં 1.5, ભચાઉમાં 1.5, માંડવી(કચ્છ)માં 1.4, બહુચરાજીમાં 1.4, કાલાવડમાં 1.4, સમીમાં 1.3, ચાણસ્મામાં 1.2, શંખેશ્વરમાં 1.2, વિસનગર, ઉમરગામમાં 1.1 ઇંચ વરસાદ ગયો છે.

રાજ્યના 80 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ

ગુજરાતના 80 તાલુકામાં આજે એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમાં સિદ્ધપુરમાં 24 મિ.મી., થરાદમાં 23 મિ.મી, ઇડરમાં 23 મિ.મી., માતરમાં 23 મિ.મી., દીયોદરમાં 21 મિ.મી., કાંકરેજમાં 21, દ્વારકામાં 21, વસોમાં 18, લાલપુરમાં 16, રાધનપુરમાં 15, ઉંઝામાં 15, વડનગરમાં 15, ધાનેરામાં 14, વડાલીમાં 14, વડગામમાં 13, ધરમપુરમાં 13, પાલનપુરામં 12, પારડીમાં 11, ડીસામાં 11, હારીજમાં 11, વાપીમાં 11, કપરાડામાં 11, ખેરાલુમાં 10, માણસામાં 10, મહેમદાવાદમાં 10, ભીલોડામાં 10 મિ.મી. વરસાદ વરસી ગયો છે.

ગત 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં હળવોથી ભારે વરસાદ થયો હતો. રાજ્યના 15 તાલુકામાં ચારથી સાત ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણામાં 7.3 ઇંચ, પ્રાંતિજમાં 6.6 અને વિસનગરમાં 6.4 ઇંચ વરસાદ વરસ્યો હતો. આજે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ થઇ શકે છે. રાજ્યના 28 તાલુકામાં ગત 24 કલાકમાં 2.1થી 3.9 ઇંચ વરસાદ પડ્યો છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?