નેશનલસ્પોર્ટસ

IND vs SL 3rd T20: ભારતની પ્લેઇંગ-11માં મોટા ફેરફાર થઈ શકે, વરસાદની શક્યતા, જુઓ રીપોર્ટ

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની T20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ (IND vs SL 3rd T20) આજે કેન્ડીના પલ્લિકેલ સ્ટેડિયમમાં રમાશે. અગાઉની બંને મેચ જીતીને ટીમ ઈન્ડિયા(Indian Cricket team)એ સિરીઝમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમ ત્રીજી મેચ જીતી, શ્રીલંકન ટીમ સામે વ્હાઇટવોશ કરવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. છેલ્લી ટી-20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર જોવા મળી શકે છે. મેચ 7:00 કલાકે પલ્લિકેલ શરુ થશે, આજે પણ વરસાદ પાડવાની શક્યતા છે.

ભારતીય ટીમની પ્લેઇંગ-11માં 4 ફેરફાર થઇ શકે છે:
શ્રીલંકા સામેની ત્રીજી T20 મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર જોવા મળી શકે છે. બીજી ટી20માં શુભમન ગિલની જગ્યાએ સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. હવે શુભમન ગિલ ત્રીજી ટી20માં ફરી ટીમમાં જોવા મળી શકે છે. બીજી T20માં સંજુ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને ‘ગોલ્ડન ડક’ પર બોલ્ડ થયો હતો.

ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની જગ્યાએ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર ખલીલ અહેમદને ટીમમાં સ્થાન મળી શકે છે. છેલ્લી બંને મેચમાં સિરાજ માત્ર એક જ વિકેટ લઈ શક્યો છે. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને પ્રથમ બે T20માં ઓલરાઉન્ડર તરીકે જોવામાં આવ્યા હતા. બંને સીનીયર ઓલરાઉન્ડરોને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ શિવમ દુબેને તક મળી શકે છે અને અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, રેયાન પરાગ, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ.

પલ્લિકેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચનો રિપોર્ટ:
પ્રથમ બે મેચમાં પલ્લિકેલ સ્ટેડિયમની વિકેટ બેટિંગ માટે ફાયદારૂપ રહી હતી. પીચ પર પેસ અને બાઉન્સને કારણે બેટ્સમેનોએ મદદ મળી હતી. જોકે, સ્પિનરોને પિચ પર ખાસ કરીને બીજી ઇનિંગ્સમાં થોડી મદદ મળી હતી, બીજી ઇનિંગ્સમાં બોલ વધુ સ્પીન થતો જોવા મળ્યો હતો.

પીચ પર આ સતત ત્રીજી મેચ છે. જો એ જ પિચનો ઉપયોગ કરવામાં આવે તો સ્પિનરોને થોડી વધુ મદદ મળી શકે છે અને વિકેટ થોડી ધીમી પડી શકે છે.

કેન્ડી હવામાન અહેવાલ:
વરસાદના કારણે મેચ ફરી બગડવાની શક્યતા છે. આજને મેચ દરમિયાન વરસાદ પડવાની 23% શક્યતા છે. મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા 97% છે. તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

મેચ દરમિયાન 33 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બેટ્સમેન પવનની દિશા અનુસાર તેમના શોટની પ્લાન કરી શકે છે અને પવનની ગતિનો લાભ લઈ શકે છે.

ભારત vs શ્રીલંકા હેડ ટૂ હેડ:
ભારત અને શ્રીલંકા અત્યાર સુધીમાં એકબીજા સામે 31 T20I મેચ રમી ચૂક્યા છે, જેમાંથી ભારતીય ટીમે 21 મેચમાં જીત માંલેવું છે, જ્યારે શ્રીલંકાએ આમાંથી નવ મેચ જીતી છે. જયારે એક મેચનું કોઈ પરિણામ આવી શક્યું ન હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?