અમદાવાદઆપણું ગુજરાત

Ahmedabad માં જજીસ બંગલો રોડ પણ જોખમી, અકસ્માતો ગંભીર સમસ્યા: હાઇકોર્ટ

Ahmedabad: ગુજરાત હાઇકોર્ટે અમદાવાદના(Ahmedabad)પાંજરાપોળ ફ્લાઇઓવર બ્રિજને લઇને કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં કોર્પોરેશને આડે હાથે લીધું હતું. હાઇકોર્ટે અવલોકન કરતાં કહ્યું હતું કે શહેરના કોંક્રીટના જંગલો વિકસી રહ્યા છે ગ્રીન કવરમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે કોર્પોરેશને ટૂંકાગાળાના આયોજન કરવાને બદલે શહેરમાં સર્વગ્રાહી આયોજન કરવાની જરૂર છે.

અકસ્માતો ગંભીર સમસ્યા

આ ઉપરાંત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અવલોકન ટાંકીને કહ્યું કે શહેરમાં ટ્રાફિક બેફામ છે. જેમાં અકસ્માતો ગંભીર સમસ્યા છે. મેં ખુદ ડેડ બોડી જોઈ છે. જજીસ બંગલો રોડ પણ જોખમી છે. તેમણે અકસ્માત, હેલ્મેટ સહિતના મુદ્દા આવરી લઈ અરજીમાં સુધારા કરવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે.

વૃક્ષોના થનારા નિકંદનના મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

પોલિટેકનિકથી આઈઆઈએમ તરફ પાંજરાપોળ ચાર રસ્તા પર બની રહેલા ઓવરબ્રિજ અને તેના કારણે વૃક્ષોના થનારા નિકંદનના મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની જે અરજી થઈ હતી. તેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે શહેરમાં અકસ્માતોનું પ્રમાણ, ટ્રાફિકની સમસ્યા પ્રત્યે સ્વ-અનુભવને ટાંકી આ સમસ્યાના ઉકેલ માટે આગ્રહ કરતાં અવલોકનો કર્યા હતા.

ટ્રાફિકની સમસ્યા અંગે તેમણે જણાવ્યું કે, શહેરમાં ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો બહુ ગંભીર સમસ્યા છે. ખરેખર સંકલિત આયોજનની બહુ જરૂર છે. આ એ જ રોડ છે, જયાં મેં ખુદ એક યુવકની ડેડબોડી જોઈ હતી. એસ.જી. હાઇવે તરફ જતો માર્ગ અને એક હાઇકોર્ટ તરફ આવતો માર્ગ આ બ્રિજ પર બહુ અકસ્માતો નોંધાય છે.

ટ્રાકિકની સમસ્યા બહુ વિકટ અને જટિલ બની

અરજદાર પક્ષ તરફથી હાઇકોર્ટને જણાવાયું કે, સમગ્ર દેશમાં અમદાવાદમાં હરિયાળા વૃક્ષોનું ગ્રીન કવર સૌથી ઓછુ છે. વર્ષ 2011માં 17.96 સ્કવેર કિલોમીટર ગ્રીન કવર હતું, જે ઘટીને અત્યારે માત્ર 9.41 સ્કવેર કિલોમીટર ગ્રીન કવર બચ્યું છે. શહેરમાં ટુ વ્હીલર વાહનચલાકો હેલમેટ પહેરતા નથી. ટ્રાકિકની સમસ્યા બહુ વિકટ અને જટિલ બની છે ત્યારે રોજેરોજ અકસ્માતો થઈ રહ્યા છે અને યુવાનોમરી રહ્યા છે. બોડકદેવ જજીસ બંગલો રોડ તરફનો રસ્તો પણ જોખમી છે.

શહેરમાં 48 ટકા ગ્રીન કવર ઘટયુ

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ શહેરમાં 48 ટકા ગ્રીન કવર ઘટયુ છે જે બહુ આઘાતજનક અમદાવાદની કહી શકાય. સરખામણીએ બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઇ અને દિલ્હીમાં ગ્રીન કવર વધુ છે. શહેર હવે આશ્રમ રોડથી વિસ્તરીને SC હાઇવેથી આગળ નીકળી ગયું છે. પાંજરાપોળ ક્રોસ રોડથી IIM સુધી એક ફ્લાયઓવર બ્રિજ બનાવવા તજવીજ હાથ ધરાઇ છે. આ બ્રિજની હાલ કોઇ જરૂરિયાત જ નથી. જ્યારે 275 મીટરના અંતરે પહેલેથી જ ફ્લાઇ ઓવર છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?