તરોતાઝા

ભેજવાળા ને ગરમી બફારાને કારણે ગળાના ઇન્ફેક્શનના કેસ

આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતા
સૂર્ય – કર્ક રાશિમાં પ્રવેશ (મિત્ર)
મંગળ – વૃષભ રાશિ (અનુકૂળ રાશિ)
બુધ – કર્ક રાશિ (શત્રુ રાશિ) તા.૧૯ સિંહ રાશિમાં પ્રવેશ
ગુરુ – વૃષભ રાશિમાં (શત્રુ ધર)
શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ધર)
તા.૩૧ સિંહ રાશિમાં પ્રવેશ સમય બપોરે ૧૪.૩૩
શનિ – કુંભ રાશિ (સ્વગૃહી) વક્રીભ્રમણ
રાહુ – મીન રાશિ વક્રીભ્રમણ
કેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણ

આ સપ્તાહમાં ફક્ત શુક્ર તા.૩૧ કર્ક રાશિ છોડી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સપ્તાહના શરૂઆતથી ભેજવાળા અને ગરમી બફારાના મિશ્ર વાતાવરણના કારણે ગળાના ઇન્ફેક્શનના કેસો વધુ બનશે.

નાના બાળકોમાં ગાલપચોલિયા દર્દીઓએ ઊભરાય. સતત ભેજવાળું વાતાવરણ રહેવાથી સૂકી ખાસી, ગળામાં દુખાવો, નાકમાંથી પાણી નિકળવાની ફરિયાદ યથાવત્ રહે. ઠેર-ઠેર પાણી ભરાવાથી મચ્છર જન્યનો ઉપદ્રવ વધશે માટે જતુંનાશક દવાઓનો છટકાવ કરાવશો. પાણીનું કલોરિનેશન કરાવશો. બજારુ તમામ ચીજવસ્તુઓ ખાશો નહીં. ચણાના લોટની વસ્તુઓ ગરમા-ગરમ બનાવીને જમશો.

ઠંડા પીણા તથા આઇસક્રીમ લેશો નહીં નિયત સમયે ઊંઘ લેવાનું રાખશો.

સૂર્યનારાયણ દર્શન સમયસર ન આપે માટે રોગપ્રગતિકારક શક્તિ વધારવા તાજા લીલા શાકભાજી ખાશો.
તુલસી પાન ચાવશો, સાથો-સાથ હૂંફાળા પાણીના કોગળા કરશો.

(૧) મેષ રાશિ (અ,લ ઇ) :- સાધારણ દાંતમાં દુખાવો ઘટે. અપૂરતી ઊંઘને કારણે અપચો કે કબજિયાતની ફરિયાદ જણાય. ગણપતિના અથર્વશીર્ષ પાઠ કરશો. સૂર્યદેવતાને શુદ્ધ જળનો અર્ગ આપશો.

(૨) વૃષભ રાશિ (બ,વ ઉ):- ફૂડ ઇન્ફેક્શન સંભવ. આંખમાં ચશ્માના નંબર વધી શકે માટે માથું સતત દુખિયા કરે. કુળદેવીને શુદ્ધ ઘીનો દીપ સાથે મંત્ર જાપ અવશ્ય કરશો.

(૩) મિથુન રાશિ (ક,છ,ઘ):- આ સપ્તાહ આરોગ્ય ખૂબ જ સારું રહેશે. સિવાય કે આત્મવિશ્ર્વાસનો અભાવ વધે. મહાદેવજીના નિત્ય દર્શન સાથે ઓમ્ નમો: શિવાયનો મંત્ર જાપ કરશો.

(૪) કર્ક (હ,ડ):- આ સપ્તાહ આરોગ્ય માટે શુભમય બની રહે છતાં ઊંઘ સમયસર ન આવવાની ફરિયાદ બની રહે. કાળા કે વાદળી રંગના વસ્ત્રો પરિધાન કરશો નહીં. હનુમાનચાલીસા પાઠ નિયમિત કરશો. શિવલિંગ પર કાચા દૂધનો અભિષેક કરશો.

(૫) સિંહ (મ,ટ):- દંત પીડા સાથે ગળામાં બળતરાઓ અનુભવાય. કબજિયાતની તકલીફ ધરાવનાર માટે આરોગ્ય બગાડી શકે. સૂર્યસંહિતાનો પાઠ કરશો.

(૬) ક્ધયા (પ,ઠ,ણ):- ડાબા પગમાં મચકોડ આવી શકે. તાવ પણ ચડી શકે. ખાન પાન સમયસર કરશો. જીવદયા કર્મ કરશો. અસત્ય વાણી-વર્તણૂક ના કરશો.

(૭) તુલા રાશિ (ર,ત):- આ સપ્તાહ આરોગ્ય માટે સરસ રહેશે. ચિંતાઓ કરશો નહીં. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ પૂજન-અર્ચન સાથે હનુમાનચાલીસાનું પઠન કરશો.

(૮) વૃશ્ર્ચિક રાશિ (ન,ય):- એકાતરીયો તાવ આવી શકે. માથું સતત દુખિયા કરે. દૈવી કવચ કરશો. ગાયત્રીમંત્રના જાપ લેખન કરશો.

(૯) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- ડાયાબિટીસના દર્દીઓને હાય ડાયાબિટીસ થઈ શકે. વધુ પડતી ઊંઘ આવી શકે. નિત્ય ઉપાસના સાથે ગુરુદેવ મંત્રના જાપ કરશો.

(૧૦) મકર રાશી (ખ,જ):- ગૅસ, કળતર કબજિયાત સાથે છાતીમાં દુખાવો જણાય. યથાશક્તિ દાન સાથે શનિ ગ્રહ મંત્ર જાપ કરશો.

(૧૧) કુંભ રાશી (ગ,સ,શ):- આ સપ્તાહ આરોગ્ય માટે મિશ્ર રહેશે. વધુ પડતું ભોજન ના કરશો. હનુમાનજીના દર્શન કરશો.

(૧૨) મીન રાશિ (દ,ચ,ઝ,થ):- નોકર ચાકરથી ઇન્ફેક્શન સંભવે. પગની પાની પર દુખાવો જણાય. ગરીબો વચ્ચે કાચો લોટ તથા તેલની વહેંચણી યથાશક્તિ કરશો.

વરસાદી વાતાવરણ હોવાથી અકારણ ઘરની બહાર રખડવા જશો નહીં. રાત્રિના સમયે વાળુ-ના ભોજનમાં દાબી દાબી ખાશો નહીં. દરેક રાશિના જાતકોએ આરોગ્યદાતા સૂર્યને શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો. તુલસી ક્યારે ધૂપ-દીપ કરશો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો…