નેશનલ

સુપ્રીમ કોર્ટમાં ખાસ લોક અદાલત: કોર્ટરૂમમાં આ વસ્તુ લઈ જવાની મંજૂરી

નવી દિલ્હીઃ સૌપ્રથમ વખત સુપ્રીમ કોર્ટે આજે બપોરે ૨ વાગ્યાથી વિવાદોના સૌહાર્દપૂર્ણ નિરાકરણ માટે ખાસ લોક અદાલત શરૂ કરી હતી, જેમાં કોર્ટની ચેમ્બરમાં મીડિયાના કેમેરાને પણ મંજૂરી આપવામાં આવી છે. ૨૯ જુલાઇથી ૩ ઓગસ્ટ સુધી ચાલનારી આ ખાસ લોક અદાલતમાં હજારો કેસનું નિરાકરણ આવવાની આશા છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ તેની ૭૫મી વર્ષગાંઠ પર પ્રથમ વખત પાંચ દિવસીય વિશેષ લોક અદાલતનું આયોજન કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની કોર્ટ સહિત સુપ્રીમ કોર્ટની સાત અદાલતોમાં વિશેષ લોક અદાલતો ગોઠવવામાં આવશે. જે પક્ષકારોની સંમતિથી મધ્યસ્થી અને વિવાદોનું સમાધાન કરશે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની પ્રથમ સાત બેન્ચ બપોરે ૨ વાગ્યે વિશેષ લોક અદાલતમાં કેસોની સુનાવણી કરશે. તેમણે કહ્યું કે સ્પેશિયલ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય કોર્ટમાં પડતર કેસો ઘટાડવાનો છે.

આ પણ વાંચો: ઝારખંડના મુખ્યમંત્રી Hemant Sorenને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે કહ્યું જામીન યથાવત રહેશે

મુખ્ય ન્યાયાધીશે અગાઉ લોકોને ખાસ લોક અદાલતમાં આવવાન વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે લોક અદાલત આપણા નાગરિકોને લગતી બાબતોને સંપૂર્ણ સ્વૈચ્છિક, સર્વસંમતિથી સંતોષવા માટે અત્યંત અનૌપચારિક ટેક્નોલોજી આધારિત ઉકેલ રજૂ કરે છે. સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે તેમણે કહ્યું કે લોકોએ તેનો લાભ લેવો જોઇએ.

વિશેષ લોક અદાલતમાં લગ્ન વિવાદ, મિલકતના વિવાદ, કાર અકસ્માતના દાવા, જમીન સંપાદન, વળતર, સેવા અને મજૂરી વગેરે જેવા મામલાઓનું નિરાકરણ લાવવામાં આવશે. લોક અદાલતો મધ્યસ્થી દ્વારા વિવાદના નિરાકરણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડીને પડતર કેસોના સૌહાદપૂર્ણ નિરાકરણ માટે માર્ગ મોકળો કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button