મનોરંજન

Mumbai Airport પર સિક્યોરિટી ઓફિસરે Sonakshi Sinha સાથે કર્યું કંઈક એવું કે…

બોલીવુડ એક્ટ્રેસ અને દબંગ ગર્લના હુલામણા નામે ઓળખાતી સોનાક્ષી સિન્હા (Bollywood Sonakshi Sinha) છેલ્લાં કેટલાય સમયથી ઝહિર ઈકબાલ સાથેના લગ્નને કારણે ચર્ચામાં છે. લગ્નના એક મહિના બાદ જ રેમ્પ વોક કરીને લોકોના દિલ જિતી લીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો.

હવે સોનાક્ષીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં એરપોર્ટ સિક્યોરિટી ગાર્ડે કંઈક એવું કહ્યું હતું કે લોકો વખાણ કરતા નથી થાકી રહ્યા. આ સિક્યોરિટી ઓફિસરની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું આ સિક્યોરિટી ઓફિસરે-

આ પણ વાંચો : OMG! પ્રિયંકા ચોપરા આ ગંભીર બીમારીથી પીડિત છે?

વાત જાણે એમ છે વાઈરલ થઈ રહેલો આ વીડિયોમાં સોનાક્ષી સિન્હા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ વીડિયો ક્યારનો છે એ તો નથી જાણવા મળી રહ્યું પણ સિક્યોરિટી ઓફિસર ઓફિસર નિયમ પ્રમાણે ચેકિંગ કરી રહ્યા છે. આ ઓફિસરે સોનાક્ષી સિન્હા ફેમસ હોવા છતાં પણ તેને સનગ્લાસીસ હટાવવા માટે કહ્યું હતું. સોનાક્ષી પણ નિયમનું પાલન કરીને ચેકિંગ પ્રોસેસ પૂરી કરીને આગળ વધી જાય છે. આ સિક્યોરિટી ઓફિસરની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં દરેક જણ સિક્યોરિટી ઓફિસરના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું હતું કે ઓફિસરને મોટી સેલ્યુટ. બીજા એક યુઝરે પણ સેલ્યુટ એવી કમેન્ટ કરી હતી. ત્રીજા એક યુઝરે લખ્યું કે આ સેલિબ્રિટી દેશ માટે કોઈ કામના નથી.



અત્રે ઉલ્લેખનીય છે કે સોનાક્ષી સિન્હાએ 23મી જૂનના દિવસે પોતાના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ ઝાહિર ઈકબાલ સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ને પણ સોશિયલ મીડિયા પર ખાસ્સી એવી લાઈમલાઈટ ચોરી હતી. એટલું જ નહીં પણ આ લગ્નને કારણે જ સિન્હા પરિવારમાં ભંગાણ પણ પડ્યું છે, જોકે બાદમાં સિન્હા પરિવારમાં બધું ઠીક હતું એવા અહેવાલો પણ સામે આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button