નેશનલ

લોકસભામાં Rahul Gandhi એ કહ્યું 21મી સદીમાં તૈયાર થયું નવું ચક્રવ્યુહ, જેમાં ફસાયો સમગ્ર દેશ

નવી દિલ્હી : લોકસભાના બજેટ સત્ર પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ(Rahul Gandhi) કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ સમયે ભારતમાં ભયનું વાતાવરણ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘સરકારે બજેટમાં મોટા ઉદ્યોગપતિઓને લાભ આપ્યો, પરંતુ નાના દુકાનદારો અને કરદાતાઓને કોઈ લાભ આપ્યો નથી.તેમણે આક્ષેપ કર્યો કે 21મી સદીમાં નવું ચક્રવ્યુહ તૈયાર થયું છે. જેમાં સમગ્ર દેશ ફસાયો છે.

છેલ્લા 10 વર્ષમાં આ દેશમાં 70 વખત પેપર લીક

રોજગારના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટમાં ઈન્ટર્નશિપ પ્રોગ્રામની વાત કદાચ મજાક હતી. દેશની મોટી કંપનીઓમાં આ ઈન્ટર્નશિપ આપવામાં આવશે, પરંતુ તેનાથી યુવાનોને કોઈ ફાયદો થશે નહીં. આજના યુવાનોનો મુખ્ય મુદ્દો પેપર લીકનો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આ દેશમાં 70 વખત પેપર લીકની ઘટનાઓ બની છે.

અગ્નિવીરના ચક્રવ્યૂહમાં સેનાના જવાનોને ફસાવ્યા

પ્રથમ વખત તમે અગ્નિવીરના ચક્રવ્યૂહમાં સેનાના જવાનોને ફસાવ્યા. આ બજેટમાં અગ્નિવીરના પેન્શન માટે એક પણ રૂપિયો નથી. તમે ખેડૂતોને MSPનો અધિકાર નથી આપી રહ્યા. આજે પણ રસ્તો બ્લોક છે. ખેડૂતોને અંદર આવવા દેવામાં આવ્યા ન હતા.

આ પણ વાંચો: બજેટ સત્રમાં ભાજપ-‘આપ’ના સાંસદ આવ્યા સામસામે, સંજય સિંહે કહ્યું જેલનું બજેટ વધારો…

ખેડૂતો, કાર્યકરો અને યુવાનો ડરી ગયા

રાહુલ ગાંધીએ કહ્યું કે હું મારી જાતને આ સવાલ પૂછી રહ્યો હતો કે આ ભય આટલી ઝડપથી કેમ ફેલાઈ રહ્યો છે. ભાજપ રાજમાં મારા મિત્રો, મંત્રીઓ, ખેડૂતો, કાર્યકરો અને યુવાનો ડરી ગયા છે. મેં તેના વિશે ઘણું વિચાર્યું. હજારો વર્ષ પહેલા હરિયાણાના કુરુક્ષેત્રમાં ચક્રવ્યુહમાં અભિમન્યુની છ લોકોએ હત્યા કરી હતી. ચક્રવ્યુહની અંદર ભય અને હિંસા હોય છે અને અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવ્યા બાદ છ લોકોએ મારી નાખ્યો હતો.

ચક્રવ્યુહ કમળના ફૂલના આકારમાં છે

રાહુલે કહ્યું કે સંશોધન કર્યા પછી મને ખબર પડી કે ચક્રવ્યુહનું બીજું નામ પદ્મવ્યુહ છે, જે કમળના આકારનું છે. ચક્રવ્યુહ કમળના ફૂલના આકારમાં છે. 21મી સદીમાં એક નવું ચક્રવ્યુહ બન્યું છે. જેનું પ્રતીક વડાપ્રધાન મોદી પોતાની છાતી પર લગાવે છે. જે રીતે અભિમન્યુ ચક્રવ્યુહમાં ફસાઈ ગયો હતો, તે જ રીતે ભારત સાથે કરવામાં આવી રહ્યું છે. આ યુવાનો, ખેડૂતો, માતા-પિતા સાથે કરવામાં આવી રહ્યું છે.

કેન્દ્રમાં છ લોકો નિયંત્રણ કરે છે

તેમણે કહ્યું કે દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા અને શકુનીએ અભિમન્યુને ઘેરીને માર્યો હતો.આજે ​​પણ ચક્રવ્યુહમાં છ લોકો છે. કેન્દ્રમાં છ લોકો નિયંત્રણ કરે છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અંબાણી અને અદાણી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button