નેશનલ

ખાલિસ્તાનીઓને મળતું તમામ ફંડ અટકાવવા ભારતીય એજન્સીઓ એક્શનમાં…

નવી દિલ્હી: કેનેડામાં ઝડપથી વિસ્તરી રહેલા ખાલિસ્તાની સંગઠનો સામે ભારતીય એજન્સીઓ લગામ કસી રહી છે. ખાલિસ્તાનીઓને મળતા વિદેશી ફંડિંગ અંગે પણ કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાનીઓને ફંડિંગ કરી રહી છે. ઇમિગ્રેશનના નામે, ખાલિસ્તાનીઓ ભારતમાંથી અભ્યાસ કરવા કેનેડા જતા વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ ઉઘરાવે છે અને તેનો ઉપયોગ ભારત વિરોધી એજન્ડા માટે પણ કરે છે. કેનેડામાં ચાર મોટા ખાલિસ્તાની આતંકવાદી સંગઠનો છે. જેમાં વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન, ખાલિસ્તાન ટાઈગર ફોર્સ, શીખ ફોર જસ્ટિસ અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલનો સમાવેશ થાય છે. આ બધા પાકિસ્તાનના ઈશારે ભારત વિરોધી એજન્ડા ચલાવે છે. તેમને પાકિસ્તાન તરફથી ફંડિંગ પણ મળે છે.

ખાલિસ્તાની સંગઠનો અને તેમની સાથે જોડાયેલા એનજીઓ પર બ્રેક મારીને ખાલિસ્તાનીઓને મળતું તમામ ફંડ અટકાવવાની કવાયત ભારતીય એજન્સીઓએ હાથ ધરી છે. ખાલિસ્તાનીઓને ફંડ પૂરું પાડતી સંસ્થાઓમાં SFJ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ, ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ, ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ખાલિસ્તાનીઓને યુકે, કેનેડા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ અને જર્મની તરફથી મળતા વિદેશી ભંડોળની તપાસ પણ કરવામાં આવશે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, FIU અને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મળીને ફંડિંગ પર કાર્યવાહી કરશે.

જે રીતે હાલમાં કાશ્મીરમાં અલગતાવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તે જ રીતે ખાલિસ્તાની સંગઠનો, તેમની સાથે સંકળાયેલા NGO અને ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ અનુસાર ખાલિસ્તાની સંગઠનો વિદેશમાંથી મળતા ફંડનો ઉપયોગ દેશના યુવાનોને ભડકાવવા માટે કરી રહ્યા છે. આથી વિદેશમાંથી હવાલા ફંડિંગના તમામ રૂટની તપાસ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading