નવી દિલ્હી : બિહાર સરકારને સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. બિહારમાં અનામત (Bihar Reservation)વધારીને 65 ટકા કરવાના પટના હાઈકોર્ટનો નિર્ણય અત્યારે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે આના પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે તે સપ્ટેમ્બરમાં આ કેસ પર વિગતવાર સુનાવણી હાથ ધરશે. પટના હાઈકોર્ટે અનામત વધારવાના બિહાર સરકારના નિર્ણયને રદ કર્યો હતો. ત્યારે તેની વિરુદ્ધ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.
બિહાર સરકારે પછાત વર્ગ, SC અને ST સમુદાયના લોકો માટે રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી હતી. બિહાર સરકારે 9 નવેમ્બર, 2023 ના રોજ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવા માટે કાયદો પસાર કર્યો હતો. બિહાર સરકારે ગયા વર્ષે જાતિ ગણતરી હાથ ધરી હતી અને તેના આધારે તેણે OBC, અતિ પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓનું અનામત વધારીને 65 ટકા કરવાનો નિર્ણય લીધો હતો.જેને પટના હાઈકોર્ટે રદ કર્યો હતો.
હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો
બિહાર સરકારે હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાનો સ્ટે માંગ્યો હતો અને કહ્યું હતું કે જો વચગાળાની રાહત આપવામાં નહીં આવે તો રાજ્યમાં મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેમાંથી કેટલીક અંતિમ તબક્કામાં છે. આ પસંદગી પ્રક્રિયાને અસર કરશે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે પછાત વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ હોવાનું હાઈકોર્ટનું તારણ જાતિ સર્વેક્ષણના આંકડા પર આધારિત છે.
Also Read –