ઇન્ટરનેશનલટોપ ન્યૂઝપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિક્સ 2024: ભારત આજે 3 ‘ગોલ્ડ’ મેળવી શકે છે, શેડ્યૂલ જુઓ

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ભારતે મેડલ ટેલીમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. ભારતનો પહેલો મેડલ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં આવ્યો છે. ભારત તરફથી, મનુ ભાકરે 12 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરીને દેશ માટે શૂટિંગમાં ફરી એક વખત મેડલ જીત્યો છે. ભારતને પહેલો મેડલ બ્રોન્ઝના રૂપમાં મળ્યો છે.

હવે આજે એટલે કે સોમવાર, 29 જુલાઈએ ભારતને એક કે બે નહીં પરંતુ ત્રણ ગોલ્ડ મેડલ મળી શકે છે. આમાં બે મેડલ વ્યક્તિગત ખેલાડીઓ અને એક ટીમ ઇવેન્ટમાં જીતી શકાય છે. શૂટિંગમાં બે વ્યક્તિગત મેડલ આવી શકે છે. બાકી તીરંદાજીમાં એક મેડલ અપેક્ષિત છે.

શૂટિંગમાં રમિતા જિંદાલ અને અર્જુન બબુતા મેડલ મેળવવાનો પ્રયાસ કરશે. રવિવારે, રમિતા મહિલાઓની 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમા ક્રમે રહી હતી. જ્યારે પુરુષોની 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં અર્જુન બબુતા સાતમા સ્થાને રહ્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી કુલ 8 ખેલાડીઓએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રમિતા જિંદાલ બપોરે 1 વાગ્યે અને અર્જુન બબૂતા બપોરે 3:30 વાગ્યે એક્શનમાં જોવા મળશે.

આજે, તમામ ભારતીયો ધીરજ બોમ્માદેવરા, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની બનેલી ભારતીય તીરંદાજીની ટીમ પાસેથી મેડલની અપેક્ષા રાખી રહ્યા છે. ભારત આજે કેટલા મેડલ મેળવે છે એજોવાનું રસપ્રદ રહેશે. શૂટિંગ અને તીરંદાજી ઉપરાંત, અન્ય ઘણી રમતોમાં ભારતીય એથ્લેટ્સ તેમની પ્રતિભાનું પ્રદર્શન કરતા જોવા મળશે.

આજનું આપણું શેડ્યુલ આ મુજબ છે.
૨૯ જુલાઈ
તિરંદાજી બપોરે ૧.૦૦
બેડમિંટન બપોરે ૧.૪૦
ભારત-આર્જેન્ટીના (હોકી) સાંજે ૪.૧૫
રોઇંગ બપોરે ૧.૦૦
નિશાનેબાજી બપોરે ૧૨.૪૫
ટેબલ ટેનિસ બપોરે ૧.૩૦
ટેનિસ બપોરે ૧.૩૦

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button