આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Monsoon: ગુજરાત પર મેઘરાજા મહેરબાન, 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ

અમદાવાદ: ગુજરાત પર સક્રિય થયેલી બે વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી (Rain in North-central Gujart) રહ્યો છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા થઇ ગયું છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ નડિયાદમાં નોંધાયો છે.

રાજ્યમાં 24 કલાકમાં વરસેલા વારસદાના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે વરસાદ ખેડાના નડિયામાં 4.7 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાર બાદ વાસોમાં 3.7 ઇંચ, દાહોદમાં 3.5 ઇંચ, સંતરામપુરમાં 3.5 ઇંચ, મહુધામાં 2.9 ઇંચ, જાલોદમાં 2.8 ઇંચ વરસાદ પડ્યો છે.

આજે વહેલી સવારથી અમદાવાદમાં રીમઝીમ વરસાદ પડી રહ્યો છે, જેને કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે, વહેલી સવારથી જ શહેરમાં ખુશનુમા વરાવરણ છે. શહેરના બોપલ, એસ.જી હાઈવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદ નગર, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ સહિતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 12.40 ઈંચ સાથે સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 9.35 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 35 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં 13.45 ઈંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં 5.20 ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે.

આજે વહેલી સવારથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે 6થી 8 વગ્યાના સમયગાળામાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોડાસામાં 1.9 ઈંચ, મેઘરજમાં 1.8 ઈંચ, ખાનપુરમાં 1.6 ઈંચ, વીરપુરમાં 1.3 ઈંચ, ક્વાંટમાં 1.3 ઈંચ, દહેગામમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.

નડિયાદમાં વરસી રહેલા વરસાદને પગને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નડિયાદના ખોડિયાર, શ્રેયસ, પીજ રોડ પરના તમામ નાળા વરસાદના પાણીમાં ગરકાવ થયા છે.
મહીસાગર જિલ્લામાં પણ મોડી રાતે મેઘરાજા માનું મૂકીને વરસ્ય હતા. લુણાવાડામાં મોડી રાત્રે 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.

અરવલ્લી જીલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે મોડાસા શામળાજી હાઇવે આજુબાજુના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. જ્યારે મહેસાણા, વડનગર, ઊંઝામાં વરસાદ પડ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button