નેશનલ

મુખ્યમંત્રી પરિષદમાં વડાપ્રધાનની સલાહમાં દેખાની વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારી

દિલ્હી: દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની બે દિવસીય મુખ્યમંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત મુખ્ય પ્રધાનો સાથે કેન્દ્ર સરકારની કલ્યાણકારી પહેલોના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન, તેમણે તેમના પક્ષના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોને સૂચના આપી હતી કે તેઓ કેન્દ્રની ગરીબ કલ્યાણ યોજનાઓ સાથે છેડછાડ ન કરે. એટલે કે, આ યોજના હેઠળ, કોઈપણ પરિવારને ન તો કોઈ ઘટાડો કરવો જોઈએ અને ન કોઈને કોઈ વધારો કરવો જોઈએ.

પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ કેન્દ્ર સરકાર એક પરિવારના વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપે છે. પીએમ મોદીના કહ્યા પ્રમાણે, દરેકને સરખો જ જથ્થો આપવો જોઈએ અને કોઈને પણ કોઈ ખાદ્ય પદાર્થમાં ન વધારો કરવો કે કે ન ઘટાડો કરવો. ટૂંક સમયમાં દેશના અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને જ પીએમ મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓને પોતપોતાના રાજ્યોમાં 100 ટકા લાગુ કરવા અને તેમાં કોઈ ફેરફાર ન કરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે.

આ પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના મુખ્ય પ્રધાનો, નાયબ મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરી

પીએમ મોદીએ કહ્યું, “કેન્દ્ર સરકાર તેની કોઈપણ યોજનાઓને સમજી વિચારીને અને જનતા પર તેની અસરને ધ્યાનમાં લઈને તૈયાર કરે છે. તે યોજનાઓના અમલીકરણમાં કેન્દ્રના પ્રયાસો સાથે કોઈ ભેળસેળ ન થવી જોઈએ.” પીએમ મોદીએ લાભાર્થી યોજનાઓ પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરવા અને તેનો યોગ્ય રીતે અમલ કરવાનો નિર્દેશ પણ આપ્યો. પીએમએ પાર્ટી કાર્યકર્તાઓને પણ આમાં સહયોગ કરવાની અપીલ કરી છે જેથી ખોટા લોકો આનો ફાયદો ન ઉઠાવે.

આ બેઠક અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી પાર્ટી સુશાસનને આગળ વધારવા અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં રાજકીય સંકટની ચર્ચા વચ્ચે આ બેઠકમાં પીએમ મોદીએ ઉત્તર પ્રદેશ સરકારના ગ્રામ સચિવાલયની પ્રસંશા કરી હતી અને આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…