ધર્મતેજ

માફીની કથા-વ્યથા: સંતો-દિવ્યપુરુષોની વાણીમાં સુખી થવાની સોનેરી કૂંચી

આચમન – એ. વલિયાણી

વિમાનમાં પ્રવેશ દ્વાર પર હાથ જોડી મુખ પર સ્મિત સાથે આવકાર અને વિદાય ઍરહોસ્ટેસ આપે તેને ‘લીપસ્માઈલ’ કહેવામાં આવે છે. તેવી જ રીતે

  • સૌજન્યશીલતા,
  • એટિકેટ,
  • રિવાજ,
  • ચલણ,
  • રિચ્યુઅલ્સ,
  • મહોરારૂપે ડગલે ને પગલે ‘સૉરી’ બોલવું,
  • માફી માગવી પણ વપરાય છે.
  • આપણું ધ્યાન જાય કે આપણે કોઈક નિયમનો ભંગ કર્યો છે અને ઉપરી કે વડીલનું ધ્યાન ગયું છે અને તે દંડરૂપે કંઈક કરી શકે તેમ છે અને તેથી આપણે નુકસાનમાં જવાના છીએ તો માણસ ભયથી માફી માગે છે.
  • માફી (ક્ષમાની યાચના) માગવાનાં અન્ય બે કારણોમાં
  • ભય,
  • દંડ,
  • વધુ નુકસાની,
  • સંબંધ તૂટવો,
  • મૃત્યુ,
  • હત્યા વગેરે વગેરે અને બીજું અંત: કરણપૂર્વક ભાવ સાથે જેમાં બીજાને દુ:ખ પહોંચાડ્યાનું દુ:ખ હોય.
  • અંત: કરણ દ્રવતું હોય, ડંખતું હોય તેવી માફીને હૃદયપરિવર્તન, વિચાર પરિવર્તનવાળી કહી શકાય.
  • તેવી માફી માગ્યા પછી હૃદય હળવું અને પ્રસન્ન થાય,
  • અંત: કરણ આપણને શાબાશી આપે.

સનાતન સત્ય

  • ગાંધીજીને જ્યારે લાગ્યું કે તેમણે ઈશ્ર્વરની આજ્ઞા-સલાહ વગર કોઈક નિર્ણય આઝાદીની લડત વખતે લીધેલો અને બ્રિટિશ શાસને તેનો પ્રત્યાઘાત જુલમી રીતે આપેલો, ત્યારે પ્રજા સમક્ષ, જગત સમક્ષ તેમણે ‘મારી હિમાલય જેવડી ભૂલ થઈ છે.’ તેમ કબૂલ્યું હતું.

વિચારવા જેવું

  • કેટલીક માફીની માગણીઓ માફ ન થાય તેવી હોય છે, કારણ તેમાં ફક્ત જિજીવિષા અને દંડનો ભય હોય છે, હૃદયપૂર્વકનો પસ્તાવો નહીં.
  • સૌથી સરસ-ઉત્તમ અંત: કરણપૂર્વકની માફી દારૂડિયા-વ્યસનીની!
  • દારૂ પીધા બાદ, વ્યસન કર્યા બાદ થયેલી – કરેલી ભૂલનો પ્રશ્ર્ચાત્તાપની હોય છે, પણ હજારે એકાદનું જ જીવન બદલી થતું હશે.

બોધ:

  • વાલિયા લૂંટારાને સમજ પડી અને વાલિયામાંથી વાલ્મીકિ થયા. તો તેવો ભૂતકાળ બીજાને પ્રેરણાલાયક અને ઈશ્ર્વરની દૃષ્ટિએ માફીને લાયક બને.
  • હૃદયપૂર્વકનો પસ્તાવો અને પસ્તાવા વગરની માફી માગવી તેમાં ઘણો ફરક છે.
  • પસ્તાવા સાથેની માફી માગવી તે ખરી માફી છે.
  • તે મેકઅપ નહીં, પણ મેકઓવર (પુનર્જન્મ)નું કાર્ય કરી શકે અને તે માનવીના નવા જન્મરૂપ ભાગ ભજવે છે.
  • માફી માગતી વખતે પસ્તાવો અને વ્રત ભળે તો તે પારસમણિનું કાર્ય પણ કરી શકે. ભવસાગર પાર ઉતારી છે.

સોનેરી કૂંચી:

  • સંતો અને અવતારી પુરુષો હંમેશાં હૈયા સોસરવી ઊતરી જાય એવી ભાષા બોલે છે. તેમની વાણી સામાન્ય માણસને નજર સમક્ષ રાખે છે.
  • ચાહે ભગવાન મહાવીર સ્વામી હોય કે પ્રભુ ઈશુ!
  • તેમની વાણીમાં વર્ષોનો અનુભવ અને પોતાના અંતરનો અવાજ હોય છે.
  • ખપપૂરતું અક્ષરજ્ઞાન ધરાવતા અને ઓછું ભણેલા માણસને ધ્યાનમાં રાખીને સંતો બોલતા હોય છે.
  • તેમની વાણી આધિ-વ્યાધિ-ઉપાધિનો ભોગ બનેલાને જીવન જીવવાનું બળ પૂરું પાડે છે. એટલે જ.
  • સંતો, મહાત્માઓ, શાહ કે દિવ્યપુરુષોની વાણી સનાતન સત્ય બની રહે છે.
  • સમાજના ઓછું કે ખપપૂરતું ભણેલાને જે વાતો સમજાય તે ભણેલાઓને તો સમજાય જ.

ધર્મ સંદેશ:

  • કોઈને આપેલ માફી બદલ કદી તમે પસ્તાવો કરશો નહીં અને
  • કોઈને કરેલ સજા બદલ રાજી પણ થશો નહીં.
  • ક્રોધથી દૂર રહેશો કારણ કે એનાથી કશો લાભ થવાનો નથી, બલ્કે નુકસાન જ વેઠવાનું છે.
  • ઈશ્ર્વરે પ્રત્યેક બંડખોર અને ઝાલિમને ભોંયભેગા કર્યા છે:
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…