ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી : મહત્તા અને મૂલ્યવત્તા

ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની

(ભાગ-૯)

(૫) ‘હનુમત્ પંચકમ્’

હનુમાનજી પરત્વે અપાર શ્રદ્ધા એ ભક્તિ સંપ્રદાયનું એક ઘટક છે. મુક્તાનંદ સ્વામીની ભક્તિવિભાવનાના મૂલક સાહિત્યમાં હનુમાનજી વિશે પાંચ રચનાઓ સંસ્કૃતમાં રચેલી છે. એમાં કેન્દ્રસ્થાન્ો શાસ્ત્રોક્ત વિધિવિધાન હનુમાનજી પ્ાૂજા-ભક્તિ સંદર્ભે નિરૂપાયેલ છે. એનો પરિચય પ્રસ્તુત છે.

૧. ‘હનુમન્કવચમ્’ : રચનામાં પ્રારંભે કરન્યાસ, અંગન્યાસ દર્શાવીન્ો નવ શ્ર્લોકમાં ધ્યાન રૂપ્ો કવચનું આલેખન કર્યું છે.

૨. ‘શ્રી હનુમન્ત્ર સવિધિ’ : આમાં હનુમાનજીના વિવિધ મંત્રોનો પાઠ અન્ો એનો વિધિ કહીન્ો સંસ્કૃતમાં ધ્યાનનો એક શ્ર્લોક રચીન્ો પછી સંસ્કૃતમાં ઓગણીશ શ્ર્લોકની રચના પ્રસ્તુત કરી છે. સર્વકષ્ટ વિહામણ હનુમાનજીના ગુણગાન છે.

૩. ‘હનુમન અષ્ટોત્તરશત નામાવલિ’ : આમાં હનુમાનજીનાં ૧૦૮ સંસ્કૃત નામોની સ્ાૂચિ છે.

૪. ‘હનુમનમંત્ર પુરશ્ર્ચરણ વિધિ’ : અહીં સંસ્કૃતમાં ૨૭ શ્ર્લોકોની રચના પઠનાર્થે કરી છે.

૫. ‘હનુમષ્ટોત્તરશતનામ સ્તોત્રમ્’ : સંસ્કૃતમાં ૨૧ શ્ર્લોકની રચનામાં હનુમાનજી મહારાજના એકસો આઠ નામન્ો ગ્ાૂંથી લઈન્ો પ્રાસ-અનુપ્રાસમાં અનુષ્ટુપ છંદમાં ૨૧ શ્ર્લોકમાં સ્તોત્રની રચના કરી છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીહરિના કુળદેવ હનુમાનજી મહારાજ હોઈન્ો એની પ્ાૂજા, અર્ચનાના વિધિવિધાન રૂપ્ો ભક્તિસાહિત્યની આવશ્યકતાન્ો મુક્તાનંદ સ્વામીએ પ્રારંભે જ પ્ાૂર્ણ કરી. સંપ્રદાયમાં મુક્તાનંદજી રચિત હનુમત્ પંચકમ્ શીર્ષકાંતર્ગત પાંચ કૃતિઓ પ્રચલિત છે.

(૬) ‘રાસલીલા અન્ો ભક્તિમૂલક પદો’ :

ભક્તિભાવન્ો પ્રગટાવતાં ત્રણસોથી અધિક પદો સંપ્રદાયમાં પ્રચલિત છે. બહુધા ચોસર-ચાર પદોમાં ‘જયસદ્ગુરુ સ્વામી’ મુખ્ય છે. ઉપદેશનાં અન્ો ઉત્સવનાં વગ્ોરે પદોના સમૂહન્ો અલગ રીત્ો પરિચય કરાવવાનો ઉપક્રમ છે. પણ ભક્તિકેન્દ્રી પ્રસંગ રાસપંચાધ્યાયી છે. દશમસ્કંધના એ પાંચ અધ્યાય ગોપીજનવલ્લભ સાથેની મધુરાભક્તિનું ઉત્તમ દૃષ્ટાંત છે. વૈષ્ણવ, પ્રણામી અન્ો પછી ઉદ્ધવ-સ્વામિનારાયણ સંપ્રદાયમાંના એનાં સાંપ્રદાયિક અર્થઘટનોની તાત્ત્વિક પીઠિકા ભારતીય તત્ત્વદર્શન પરંપરાનું રસપ્રદ પ્રકરણ છે.

અહીં એ પાંચ અધ્યાયના શ્રીમદ્ ભાગવતપુરાણ અનુપ્રાણિત ભક્તિ- તત્ત્વન્ો મુક્તાનંદ સ્વામીએ ૧૯ પદોની શ્રેણીમાં ગ્ાૂંથેલ છે. બહુધા ગરબી, કીર્તનના લોકઢાળ અન્ો વિવિધ રાગમાં ઢાળીન્ો ૧૯ ભક્તિપદોનું ઝૂમખું મુક્તાનંદ સ્વામીની સ્વામિનારાયણીય ભક્તિ-વિભાવનાનું દ્યોતક છે. ચાર-ચાર પંક્તિ અન્ો એક ધ્રુવ પંક્તિ એમ માત્ર પાંચ પંક્તિમાં મુક્તાનંદ સ્વામીએ ગોપાંગનાઓની શ્રીકૃષ્ણ પરત્વેની એકનિષ્ઠ ભક્તિન્ો ગ્ાૂંથીન્ો પ્રભુમાં રમમાણ રહી એન્ો પ્રાપ્ત કરીન્ો નિરભિમાનીપણું દાખવવાનો મહિમા ગાયો છે. એ રીત્ો ભક્તિમાં નિર્મળતા, નિર્મોહિતા અન્ો નિરાભિમાનિતા કેવું મહત્ત્વનું ઘટક છે એના તરફ અંગુલિનિર્દેશ કરતા અવલોકવા મળે છે.

‘ઉપદેશમૂલક સાહિત્ય’ :

રામાનંદ સ્વામીની નિશ્રામાં અન્ો પછી શ્રીજી મહારાજની નિશ્રામાં સદ્બોધ-ઉપદેશમૂલક સંપ્રદાયલક્ષી સાહિત્યનો પ્રારંભ જ મુક્તાનંદ સ્વામી દ્વારા થયો. વેદાંતદર્શન, ભક્તિદર્શન અન્ો પુરાણદર્શનનો ઊંડો અભ્યાસ કરીન્ો સરળ, રસાત્મક અન્ો અભિવ્યક્તિથી ઉપદેશમૂલક પદ્યસાહિત્ય મુક્તાનંદ સ્વામી દ્વારા ઘણું રચાયું. એમાં મૂળભૂત રીત્ો તો બોધ-ઉપદેશરૂપ્ો હરિભક્તોન્ો સદ્બોધ ગ્રહણ કરાવતી વિષયસામગ્રી કેન્દ્રમાં રહેલી જણાય છે. જોકે સાંપ્રદાયિક અનુયાયીઓન્ો અપનાવવાનો જીવનબોધ જ એમાં પ્રમુખપણે વર્ણવાયેલો અવલોકવા મળે છે. એ પ્રકારના પાંચ-છ ગ્રંથોનો પરિચય અત્રે પ્રસ્તુત છે.

૧. ‘વિવેકચિંતામણિ’ :

ઈ.સ. ૧૮૨૬માં ત્રણ મહાન સાહિત્યિક કાર્યો આલેખાયાં. ‘ઉદ્ધવગીતા’, ‘ભગવદ્ ગીતા ભાષા ટીકા’ આ ભક્તિમૂલક અન્ો તત્ત્વદર્શન ગ્રંથોની સાથે ‘વિવેકચિંતામણિ’ જેવો પાયાનો જ્ઞાનબોધ ગ્રંથ પણ આ સમયમાં ત્ોમણે રચ્યો. ગઢડામાં સંવત ૧૮૮૨ની કૃષ્ણપક્ષની અઘહનન એકાદશીન્ો ગુરુવારે પ્ાૂર્ણ કરેલો.

મોટાભાગનાં વચનામૃતોમાં ખાસ ગ.પ્ર.૬ અન્ો ગ.પ્ર. ૧૬માં સ્પષ્ટપણે ભગવાન સ્વામિનારાયણે દશમા નિધિ તરીકે વિવેકનું પ્રતિપાદન કર્યું છે. મુક્તાનંદ સ્વામીએ આવાં ૬૪ અંગોન્ો સંદર્ભે સાખીઓમાં ભારતીય સુભાષિતના પ્રતિઘોષરૂપ વર્ણનાત્મક ઉપદેશ કથ્યો છે. એમાં વર્ણવાયેલા વિષયોનાં નામ પરથી જ એમનો વ્યાપક દૃષ્ટિકોણ સમજાય છે. ધીરજકો અંગ, વિશ્ર્વાસ, આશા, ત્ાૃષ્ણા, ત્ાૃષ્ણાનિવારણ, મન, પ્રેમભક્તિ, નવધાભક્તિ, ઉત્તમ ભક્ત, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન તથા સદ્ગુરુ, દુષ્ટ, અસંત, મિથ્યાજ્ઞાની, નાસ્તિક, કુપાત્ર, કપટી, લંપટ, કુમતિ આદિ ૬૪ વિષયો ઉપર મંગલાચરણની ૧૧ મળીન્ો કુલ ૧૧૪૦ સાખીઓ રચીન્ો બહુમૂલ્યવાન ઉપદેશ અન્ો શાસ્ત્રીય ભારતીય બોધનો પરિચય કરાવ્યો છે. આ રચના એમના બહુશ્રુત અભ્યાસ, ચિંતન અન્ો મનનના પરિપાકરૂપ છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button