ધર્મતેજ

દુ:ખડાં છે મેરૂ સમાન

અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ

લખુડી લખ લખ કરમાં રે , ભજી લે ભાવે તું ભગવાન,
ઠીક આવી છે તક આ તુજને, મેલ સલૂણી માન..
લખુડી લખ લખ કરમાં રે,
જી લે ભાવે તું ભગવાન..૦

વિવિધ વિષ્ાયના વર્ણન વખતે, ભૂલ નહીં ભોળી ભાન,
નવ બોલ્યામાં નવ ગુણ એનું , કેમ ન સમજે સાન ?..
લખુડી લખ લખ કરમાં રે,
ભજી લે ભાવે તું ભગવાન..૦

ષડ રસ ભોજન વિષ્ાય વિસારી, કર હરિ રસનું પાન,
અવસર જાય અરે આ અમથો, એ જ ખરેખર જાણ..
લખુડી લખ લખ કરમાં રે,
ભજી લે ભાવે તું ભગવાન..૦

પર નિંદા પિશુનાઈ પરી કર, લે તરવાનું તાન,
કુડ કપટ છલ ભેદ ભરેલી, આખર નરહ નિદાન..
લખુડી લખ લખ કરમાં રે,
ભજી લે ભાવે તું ભગવાન..૦

વિનય વિવેક ભરેલાં વચનો, છે પીયૂષ સમાન,
ઈચ્છા હોય તને જો તેની , તો લે પ્રીતિ , ને દે દાન..
લખુડી લખ લખ કરમાં રે,
ભજી લે ભાવે તું ભગવાન..૦

ગુણ સાગર નટવરનું નિશદિન ગુણિયલ કરજે ગાન,
સારું નરસું સર્વ સૂણે છે , ‘ કેશવ’ હરિના કાન..
લખુડી લખ લખ કરમાં રે,
ભજી લે ભાવે તું ભગવાન..૦

અર્વાચીન સમયના ભક્ત કવિ કેશવ હરિરામ ભટ્ટ દ્વારા રચાયેલું આ પદ શું સમજાવે છે ? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સામે પોતાની મનુષ્ય તરીકેની મર્યાદાઓ, ગરીબાઈ ગાવી એ ભક્ત માટેની એક ભાવસંવેદના ગણી શકાય, પરંતુ આજે તો ઠેર ઠેર જાહેરમાં પોતાની ગરીબાઈ ગાનારા માનસરોગીઓની સંખ્યા વધતી જાય છે.

સબૂર રખે ક્યાંક ભૂલથી યે તમે પણ દરિદ્રી હોવાના ગીતડાં કાયમ ગાતાં નથી ને પરમાત્માએ તમારી જરૂરિયાત કરતાં મહેનતના પ્રમાણમાં અનેકગણું મહેનતાણું અને વળતર આપ્યું જ છે ત્યારે પોતાની અક્ષ્ામતા કે અકર્મણ્યતાનો સ્વીકાર ર્ક્યા વિના, માત્ર અસુવિધાઓના ગાન ગાવાની બચાવપ્રયુક્તિઓનો આશરો લઈને, સમાજ ઉપર,વ્યવસ્થાતંત્ર ઉપર,પરમાત્મા કે નિયતિ ઉપર આક્ષ્ોપો કરી કરીને ..” હું તો નિર્ધન, હું તો તદ્દન ગરીબ, હું તો અસહાય, હું તો લાચાર… એવો ઢોલ પીટ્યા કરતા નથી ને ? પછી ક્યારેક તો એમ લાગે કે થાળીવાજાંની રેકોર્ડમાં પીન ચોંટી ગઈ છે અને વારંવાર એકની એક ઘસાયેલી પંક્તિ વાગ્યા જ કરે છે, એનું આવર્તન થયા જ કરે છે, આવું સદૈવ થાય ત્યારે એ સાંભળનારાને કઠે છે, ક્યારેક તો દોડીને એ રેકોર્ડનો ભાંગીને ભુક્કો કરવાનો ઉદ્રેક પણ જાગે છે.

બે ઘડી બનાવટી સહાનુભૂતિ દાખવનારા અંતે તો તમને હાંસીપાત્ર જ ગણે છે, પાછળથી તમારી ખીલ્લી ઉડાડે છે, મૂર્ખ ગણીને અવહેલના ર્ક્યા કરે છે. બહારથી સ્નેહી હોવાના દંભી-બનાવટી પ્રતિભાવ-સંદેશાઓ પાઠવનારાને મન તમારી મનોગ્ણતા માત્ર મનોરંજનનું સાધન છે.
પોતાનામાં ક્ષ્ામતા તો સંસારના તમામ વિષ્ાયો-ક્ષ્ોત્રોમાં, તમામ વિદ્યાઓમાં, જગતની તમામ બાબતોમાં એકમેવ એવું અદ્વિતીય સર્જન કે સંશોધનનું કાર્ય કરીને નોબેલ પારિતોષ્ાિક મેળવી શક્વાની છે, પરંતુ કોઈ સમય-સંજોગો-વ્યક્તિ-સંસ્થાએ તેમ ન થવા દીધું એવું દોષ્ાારોપણ કરી કરીને, પોતાનું સ્થાન-માન-સંમાન ધીરે ધીરે ગૂમાવતાં રહીને પોતાની કાલ્પનિક ગરીબાઈનું ગાણું ગાતાં પોસ્ટરો ચિતરતા રહેનારા અને એમાં કાયમ ઘાટા ને ઘાટા રંગો પૂરતા રહેનારા, જેને ચર્મરોગ થયો છે એવા ખસલેલ શ્ર્વાનની માફક પોતાના પંડ્યને વલૂરી વલૂરીને લોહીઝાણ થવા છતાં એ વલૂરાટનો આનંદ માણનારા અબૂઝ જીવની માફક તમે પણ મનોરોગી તો નથી થઈ ગયા ને ? સંતોની વાણી એ માટેના ઉકેલ બતાવે છે આ રીતે…

મૂરખ મનવા તું જો ને મનમાં વિમાસી,
વસે તારા ઘટમાં અલખ અવિનાશી..
દશ દિશમાંહી દોટ જ કહાડે, ફોગટ ધરીને જ આશી,
ભ્રમણામાં તું ભૂલ્યો ભમે છે, અમથો બનીને ઉદાસી…
અંતર ચક્ષુ ઉદય કરીને, કર દૃઢ મનથી ક્યાસી,
અળગો નહિ જરા આદ્ય નિરંજન, રંજન જન મન રાશી…

  • મૂરખ મનવા તું જો ને મનમાં વિમાસી..૦

કુડ કપટ પરિત્યાગી પ્રપંચો, સરલ વૃત્તિ ધરી ખાસી,
નેહ ધરીને નેક નજરથી, અંદર નિરખ તપાસી…
જે જગ તારણ તરણ સનાતન, વિશ્ર્વંભર સુવિલાસી,
‘ગૌરીશંકર’ ઘટ ઘટ માંહી, પૂરણ જ્યોત પ્રકાશી…

  • મૂરખ મનવા તું જો ને મનમાં વિમાસી..૦
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…