બોલીવૂડના આ અભિનેતાએ મુંબઈમાં ખરીદ્યું ઘર, સ્ટેમ્પ ડ્યૂટીમાં ચૂકવી એટલી રકમ કે…
બોલીવૂડ એક્ટર આર માધવન (Bollywood Actor R Madhvan) હાલમાં તેના ટ્રાન્સફોર્મેશનને કારણે લાઈમલાઈટમાં છે અને હવે ફરી એક વખત તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે તેણે મુંબઈના પોશ વિસ્તારમાં ખરીદેલી કરોડોની પ્રોપર્ટી અને ચૂકવેલી સ્ટેમ્પ ડ્યૂટીને કારણે. મળી રહેલી માહિતી પ્રમાણે એક્ટરે હાલમાં જ રૂપિયાથી 17 કરોડથી વધુની કિંમતનો ફ્લેટ ખરીદ્યો છે અને એના પર તેણે એક કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે.
આ પણ વાંચો: Varun Dhawanએ કેમ કરી Mumbai Policeના વખાણ?
આર માધવને પોતાના ફિલ્મી કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે અને ફેન્સ આતુરતાપૂર્વક તેની ફિલ્મની રાહ જોતા હોય છે. થોડાક સમય પહેલાં જ તેની ફિલ્મ શૈતાન રીલિઝ થઈ હતી અને આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો.
દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. આ સિવાય માધવન તેની ફેટ ટુ ફીટ ટ્રાન્સફોર્મેશન માટે પણ ચર્ચામા હતો.
ખેર, આપણે અહીં વાત કરવાના છીએ એક્ટરે મુંબઈના બીકેસી ખાતે કરોડોની કિંમતનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ ભવ્ય એપાર્ટમેન્ટ લગભગ 4,182 ચોરસ ફૂટનું છે. મળી રહેલી માહિતી પ્રમાણે આર માધવને આ નવી પ્રોપર્ટી ખરીદીને રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. માધવને આ પ્રોપર્ટી 17.5 કરોડ રૂપિયામાં ખરીદી છે અને તેમાં બે પાર્કિંગ સ્લોટ પણ છે.
આ પણ વાંચો: Rajnikanth સાથે ફિલ્મ કરીને મારી જિંદગી… બોલીવૂડ એક્ટરનો ચોંકાવનારો દાવો!
માધવનની આ નવી પ્રોપર્ટી સિગ્નિયા પર્લમાં આવેલી છે અને 22મી જુલાઈના રોજ રૂ.1.05 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 30,000ની રજિસ્ટ્રેશન ફી ભરીને તમામ ફોર્માલિટી પૂરી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) મુંબઈના સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે, જે વ્યવસાય કરવા માટેની તમામ સુવિધાઓ સાથે આવે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધવને ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી અને હાલમાં તે અનેક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તે એસ. શશિકાંતની ફિલ્મ ‘ટેસ્ટ’ માટે તૈયારી કરી રહ્યો છે અને આ ફિલ્મમાં નયનતારા અને સિદ્ધાર્થ પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એક સ્પોર્ટ્સ ડ્રામા પર આધારિત છે.