આમચી મુંબઈમહારાષ્ટ્ર

બીએમસીએ ટીડીએસ તરીકે કાપેલા ₹ ૯.૯૧ કરોડ બિલ્ડરને રિફંડ કરવા કોર્ટે આપ્યો આદેશ

મુંબઈ: જમીન સંપાદન વળતર માટે સ્ત્રોત પર કાપવામાં આવેલો કર (ટીડીએસ) વસૂલ કરી શકાતો નથી, તેમ બોમ્બે હાઈ કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને બોમ્બે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીને ₹ ૯.૯૧ કરોડની રકમ પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જમીન સંપાદન, પુનર્વસવાટ અને પુનર્વસન અધિનિયમ, ૨૦૧૩માં વાજબી વળતર અને પારદર્શિતાના અધિકારની કલમ ૯૬, “નિઃશંકપણે જોગવાઈ કરે છે કે અધિનિયમ હેઠળ કરવામાં આવેલા કોઈપણ એવોર્ડ અથવા કરાર પર કોઈ આવકવેરો અથવા ડ્યુટી વસૂલવામાં આવશે નહીં,” એમ જસ્ટિસ એમ.એસ.સોનક અને ન્યાયાધીશ કમલ ખાટાની બનેલી બેંચે જણાવ્યું હતું.

આ પણ વાંચો: કોલેજમાં ‘હિજાબ પ્રતિબંધ’ બાબતે Bombay High Courtએ આપ્યો આ ઓર્ડર

ખંડપીઠે ઉમેર્યું હતું કે આમાં એકમાત્ર અપવાદ કાયદાની કલમ ૪૬ હેઠળ કરવામાં આવેલ સંપાદન છે, જે કબ્રસ્તાન બનાવવા માટે બાંધકામ કંપની સાથે જોડાયેલા, પોઈસર, કાંદિવલીમાં બીએમસી દ્વારા ૯,૩૦૨ ચોરસ મીટર જમીનના સંપાદન પર લાગુ પડતું નથી. કલમ ૪૬ સરકારી સહાયિત સંસ્થાઓ જેવી કેટલીક સંસ્થાઓને કર મુક્તિના લાભમાંથી દૂર કરે છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે, કાયદાની કલમ ૯૬ હેઠળની મુક્તિ આ કિસ્સામાં સંપૂર્ણપણે લાગુ થશે, બીએમસીએ અરજદારને ચૂકવેલ વળતરની રકમમાંથી ટીડીએસ કાપવો જોઈએ નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…