પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. 29-7-2024 વિષ્ટિ
ભારતીય દિનાંક 7, માહે શ્રાવણ, શકે 1946
વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ વદ-9
જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ વદ -9
પારસી શહેનશાહી રોજ 19મો ફરવરદીન, માહે 12મો સ્પેન્દાર્મદ,
સને 1393
પારસી કદમી રોજ 14મો ગોશ, માહે 1લો ફરવરદીન, સને 1394
પારસી ફસલી રોજ 11મો ખોરશેદ, માહે 5મો અમરદાદ, સને 1393
મુુસ્લિમ રોજ 22મો, માહે 1લો મોહરમ, સને 1446
મીસરી રોજ 23મો, માહે 1લો મોહરમ, સને 1446
નક્ષત્ર ભરણી સવારે ક. 10-54 સુધી, પછી કૃત્તિકા.
ચંદ્ર મેષમાં સાંજે ક. 16-44 સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર મેષ (અ, લ, ઈ). વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 16 અમદાવાદ ક. 06 મિ. 09, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. 19 મિ. 13, અમદાવાદ ક. 19 મિ. 22, સ્ટા. ટા.
- મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ-
ભરતી : સવારે ક. 06-26, સાંજે ક. 17-46
ઓટ: સવારે ક. 12-15, મધ્યરાત્રિ પછી ક. 00-43 (તા. 30)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2080,રાક્ષસ' નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1946,
ક્રોધી’ નામ સંવત્સર, અષાઢ કૃષ્ણ – નવમી. વિષ્ટિ ક. 29-18થી. સૂર્ય મહાનક્ષત્ર પુષ્ય, વાહન દેડકો.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન,સૂર્ય- ચંદ્ર -શુક્ર ગ્રહદેવતાનું પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, તુલસીપૂજા, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ, શ્રીસુક્ત-પુરુસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ અભિષેક, શ્રી સપ્તશતી પાઠ વાંચન,યમ દેવતાનું પૂજન, આમલીનાં ઔષધ બનાવવાં, ખેતીવાડી,ધાન્ય ભરવું,માલ વેચવો,ધાન્ય ખરીદવું ,પશુ લેવડદેવડ,અગ્નિ દેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન,માલ વેચવો.
આચમનચંદ્ર-શુક્ર ચતુષ્કોણ ઉડાઉ સ્વભાવ, ચંદ્ર-હર્ષલ યુતિ વિરોધાભાષી સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ યુતિ.
ગ્રહગોચર: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર ગોચરગ્રહો: સૂર્ય-કર્ક, મંગળ-વૃષભ, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્નયા, હર્ષલ-વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.