નિલેશ વાઘેલા
મુંબઇ: કોર્પોરેટ કમાણીની મોસમ પૂરબહારમાં છે. આ અઠવાડિયે કુલ ૪૯૦ કંપનીઓ તેમના જૂન ક્વાર્ટરના નાણાકીય પરિણામ જાહેર કરશે. આ કંપનીઓેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ટાટા સ્ટીલ, આઈટીસી, ટાટા ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા મોટર્સ, ટાઈટન કંપની, કોલ ઈન્ડિયા જેવી નિફ્ટી ૫૦નો સમાવેશ થાય છે.
પરિણામ જાહેર કરનારી અન્ય કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ડિવિસ લેબોરેટરીઝ સહિતની નિફ્ટીની કંપનીઓનો સમાવેશ છે.
આ પણ વાંચો: બજારની નજર અંદાજપત્રની અટકળો, કોર્પોરેટ પરિણામ અને પોવેલની ટેસ્ટીમની પર
આ ઉપરાંત ત્રિમાસિક પરિણામ જાહેર કરનારી અન્ય કંપનીઓમાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, ગેઈલ ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ઈન્ડસ ટાવર્સ, એસીસી, અંબુજા સિમેન્ટ્સ, ઝોમેટો, ભેલ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, ડાબર ઈન્ડિયા, ઈમામીનો સમાવેશ છે.
ઉપરાંત રોકાણકારો જે કંપનીના પરિણામ પર નજર રાખી શકે છે તેમાં, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કોલગેટ પામોલિવ, સીએસબી બેંક, ઇન્ડિયન બેંક, ક્વેસ કોર્પ, ડિક્સન ટેક્નોલોજીસ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, જિંદાલ સ્ટેનલેસ, મેક્રોટેક ડેવલપર્સ, ટોરેન્ટ પાવર, વરુણ બેવરેજીસ, ગોદરેજ પ્રોપર્ટીઝ, મેનકાઇન્ડ ફાર્મા, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ, એસ્કોર્ટ્સ કુબોટા, કલ્યાણ જ્વેલર્સ, દિલ્હીવેરી, એલઆઇસી હાઉસિંગ, યુપીએલ ફાઇનાન્સ અને અમર રાજા એનર્જી એન્ડ મોબિલિટીનો સમાવેશ છે.