આપણું ગુજરાત

“આ ગુજરાત મે બનાવ્યું છે’ -પૂર ફરી વળ્યા, વિષાદ ઘેરી વળ્યો, ધારાસભ્યો ‘ઘર’ ભીતર તો સાંસદો દિલ્લીના મહેલમાં !

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા પૂર પ્રકોપ બાદ હવે પાની ઓસરવા લાગતાં નેતાઓ સ્થિતિની સમીક્ષા કરતાં જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પહેલા પોરબંદર-દ્વારકા, જૂનાગઢ,ઘેડ વિસ્તાર, બાદમાં નવસારી, વડોદરા, આણંદનું બોરસદ ઠેર-ઠેર ‘જળપ્રલય’ છતાં હિમ્મત છે વહીવટી તંત્રની કે પાંચ-સાત ફૂટ પાણીમાં ઉતરીને ગરીબ લાચાર અને મજબૂર જનતાની ફિકર સુદ્ધાં કરે, તેમની ઘરવખરી નહીં તો કમ સે કમ જીવની ચિંતા કરીને તેમનું સ્થળાન્તર કરાવી શકે ? પોરબંદરમાં 26 વર્ષ પછી 30 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો, સ્થાનિક વહીવટી તંત્ર પાસે એવી મશનરી જ નથી કે 10-12 કલાકમાં ભરાયેલા પાણી ઉલેચી શકે.

કોંગ્રેસમાથી આવેલા અને ભાજપમાંથી હમણાં જ પેટા ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડિયા જનતા વચ્ચે જરૂર દેખાયા પણ, આપવીતી જાણી એ કરી પણ શું શકે ? વધુમાં વધુ તો ફોટા પડાવી શકે ? કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવિયા જરૂર દોડી આવ્યા.પણ તેઓ પણ સૂચના આપ્યા સિવાય બીજું તો શું કરી શકે ? કઈ સરકારી રાહત આવી ? કઈ મદદ પહોચાડી ? તેવી કોઈ માહિતી નથી સતાધારી પક્ષ કે સ્થાનિક વહીવટી તંત્ર કે સેવાભાવી સંસ્થાઓ તરફથી નથી આવી.

દ્વારકાની પણ એ જ સ્થિતિ. દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપૂરમાં પણ આ જ સ્થિતિ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ જરૂર કર્યું પણ જળબંબાકાર ખેતરો જોઈ આવ્યા પછી કૃષિ વિભાગ તરફથી શું થયું તેની પણ વિગતો સામે નથી આવતી.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, સિઝનનો 54 ટકા વરસી ગયો

હવે નવસારીમાં ભાજપ અને કોંગ્રેસ પૂરના પ્રકોપ પછી આમને-સામને આવી ગયા છે. પૂરના નદીના પાણી નવસારીમાં ફરી વળ્યા બાદ કાચવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ નીચાણ વાળા પુર પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે છે અને મુખ્યમંત્રીને પત્ર લખી જરૂરી કેસડોલ તેમજ અનાજ અને કપડાં આપવાની માંગ કરી છે, બીજી તરફ નવસારી ભાજપ જિલ્લા પ્રમુખે સવાલ ઉઠાવતા કહ્યું કે પૂર પ્રકોપ વચ્ચે કોંગ્રેસ ક્યાં હતી ?

આ પણ વાંચો: વિદેશની ઘેલછા : અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા 150 ગુજરાતીઓ ઝડપાયા

પાણી ઓસરી ગયા પછી સલાહ આપે છે ? વડોદરામાં આધાધૂંધ 14 ઇંચ વરસાદ પછી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મનીષા બહેન વકીલ પણ નાગર ચર્યા એ નીકળ્યા હતા. પણ રાહત -મદદ ક્યાં ? કોને ? અને કેટલાઈ પહોચાડાઈ ? તેનો કોઈ જવાબ નહીં. ઊલટાનું વડોદરા મહાનગર પાલિકાના નાગર સેવિકા અમીબહેન રાવતે પણ સ્થાનિક વહીવટી તંત્રની ટીકા કરી હતી.

ગુજરાતમાં એક તરફ ચાંદીપુરાની ચિંતા છે તેમાં પાછું ભરાયેલા પાણી ઓસરતા જ રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે હજુ એક અઠવાડિયું ધોધમાર વરસાદ ત્રાટકવાની હવામાન વિભાગની આગાહી પણ છે ત્યારે,સરકાર માટે હજુ ‘ચેલેન્જ’ પણ મોટી છે. અત્યારે દેશમાં સંસદનું સત્ર ચાલે છે.

પણ ગુજરાતનાં બાકી સાંસદો તો પોતાના મતક્ષેત્રની વહારે દોડી શક્યા હોત, જેઓ મંત્રી નથી. અને મંત્રી હોય તો પણ સંસદમાં તેમની ઉપસ્થિતિ ના હોવાથી સંસદને ફેર નથી પડતો. પૂરના પાણીમાં ફસાયેલા સંસદીય મત વિસ્તારના નાગરિકોને તમારી ગેર હાજરીની ખોટ વધુ વર્તાઇ છે. જ્યાં તંત્ર જ શિથિલ થઈ ગયું હોય તેવા વિસ્તારના નાગરિકો પાસે પૂર પ્રલયમાં લાચારી સિવાય બીજું હાથ આવે પણ શું ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button